આકાશવાણી: રાજકોટ અને ભુજ કેન્દ્ર
આકાશવાણી રાજકોટ અને ભુજ કેન્દ્રએ વાવાઝોડા, પુર અને ભૂકંપ સમયે જનઉપયોગી પ્રસારણ સેવા પૂરી પાડી છે
- Advertisement -
એ.. વાંચકોને રામરામ.. દોસ્તો.. વડીલોને રામરામ.. ભાઈઓ અને બહેનોનું સ્વાગત છે, ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં.. ત્રણ હપ્તાઓમાં વાત કરી રહ્યા છીએ રેડિયોનો શોધ, ઈતિહાસ, ભારતમાં રેડીયોના આગમન અને ગુજરાતી પત્રકારત્વમાં રેડિયો તેમજ આકાશવાણીના અમદાવાદ, બરોડા, રાજકોટ, ભુજ કેન્દ્ર વિશે.. પ્રથમ હપ્તામાં રેડિયોનો શોધ, ઈતિહાસ, ભારતમાં રેડીયોના આગમન અને ગુજરાતી પત્રકારત્વમાં રેડિયોની માહિતી મેળવી લીધા બાદ બીજા હપ્તામાં આકાશવાણીના અમદાવાદ, બરોડા કેન્દ્ર વિશે વાત કરી. હવે ત્રીજા યાની અંતિમ હપ્તામાં વાત કરીએ આકાશવાણીના કેન્દ્ર રાજકોટ અને ભુજ વિશે.. આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યના પાટનગર રાજકોટમાં 4 જાન્યુઆરી 1955થી આકાશવાણીની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ અને વડોદરા બાદ રાજકોટમાં આકાશવાણીનું ત્રીજું કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર, દુલા ભાયા કાગ, જયમલ પરમાર વગેરેના પ્રયાસો રાજકોટ આકાશવાણી કેન્દ્ર શરૂ થયું હતું. રાજકોટ ખાતે 1 કિલોવોટના ટ્રાન્સમીટર વડે પ્રસારણ શરૂ થયું ત્યારબાદ સરહદી વિસ્તારને ધ્યાને લેતા 13 જુલાઈ 1987માં 300 કિલોવોટ અને મીડિયમ વેવ પ્રસારણની સવલત પ્રાપ્ત કરાવાઈ. આજે રાજકોટ આકાશવાણીનું પ્રસારણ 800 રેડિયલ માઈલ સુધી ગુજરાત બહારના રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પડોશી દેશ પાકિસ્તાન સુધી પણ પહોંચે છે.
આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારીત થતા કાર્યક્રમ ગામનો ચોરોની શરૂઆતમાં બોલાતું, એ રામ….રામ…. ગીગા, નાજા, હરખા અને સૌ ખેડૂતભાઈઓને રામરામ….રામરામ.. ખેતી વિષયક જાણકારી આપતો આ કાર્યક્રમ ગુજરાતના હજારો ખેડૂતો માટે ઉપયોગી સાબિત થયો છે. એ જ રીતે ઝાલરટાણા કાર્યક્રમની શરૂઆતમાં બોલાતું કે, પ્રોઢાવસ્થા વટાવીને પાકટતાની વયે પગ મૂકનારા મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ એટલે ઝાલરટાણું અને ત્યારબાદ તેની ઝીંગલ વાગતી થઈ ગયું ઝાલરટાણું રે મનવા ઝાલર ટાણું.. બાળકો માટેનો કાર્યક્રમ અડકો-દડકોથી લઈ જીથરાભાભાની વાર્તા સુધી આકાશવાણી રાજકોટ કેન્દ્રનો જાદુ તમામ વર્ગના શ્રોતાઓમાં છવાયેલો રહેતો. આકાશવાણી રાજકોટ કેન્દ્રનો સૌ પ્રથમ કાર્યક્રમ ગામનો ચોરો છે. આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી છ દાયકાથી પ્રસારિત સંતવાણી, સોના વાટકડી, ગામનો ચોરો, જય ભારતી, યુવવાણી, બાલસભા અર્ચના-2ત્નકણીકા, સહિય2 જેવા કાર્યક્રમ શ્રોતાજનોને માહિતી સાથે મનોરંજન અને શિક્ષણ પૂરૂં પાડતા આવ્યા છે. આકાશવાણી રાજકોટ ખાતેથી મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ પ્રસારણ થતું આવ્યું છે. આકાશવાણી રાજકોટ કેન્દ્રનો સૌ પ્રથમ કાર્યક્રમ ગામનો ચોરો છે. આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી છ દાયકાથી પ્રસારિત સંતવાણી,
આકાશવાણી રાજકોટ કેન્દ્રનો સૌ પ્રથમ કાર્યક્રમ ગામનો ચોરો છે, આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી છ દાયકાથી પ્રસારિત સંતવાણી, સોના વાટકડી, ગામનો ચોરો, જય ભારતી, યુવવાણી, બાલસભા અર્ચના-2ત્નકણીકા, સહિય2 જેવા કાર્યક્રમ શ્રોતાજનોને માહિતી સાથે મનોરંજન અને શિક્ષણ પૂરૂં પાડતા આવ્યા છે
સોના વાટકડી, ગામનો ચોરો, જય ભારતી, યુવવાણી, બાલસભા અર્ચના-2ત્નકણીકા, સહિય2 જેવા કાર્યક્રમ શ્રોતાજનોને માહિતી સાથે મનોરંજન અને શિક્ષણ પૂરૂં પાડતા આવ્યા છે. આકાશવાણી રાજકોટ ખાતેથી મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ પ્રસારણ થતું આવ્યું છે. આકાશવાણી રાજકોટ કેન્દ્રથી લોકગીતો, લોકસાહિત્ય, નાટક, વાર્તાલાપ, પરિસંવાદ, ચર્ચા તેમજ ખેડૂતો, બહેનો, બાળકો અને યુવાનો માટેના વિશિષ્ટ કાર્યક્રમ અન્ય કેન્દ્રોની માફક રજૂ થતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતા રાસ, ગરબા, ભજનોને આકાશવાણી રાજકોટ કેન્દ્રએ જીવંત રાખ્યા છે. આમ છતાં સમાચાર અને કાર્યક્રમ આપવાના મામલામાં રાજકોટ કેન્દ્ર અલગ તરી આવે છે. આકાશવાણી રાજકોટ કેન્દ્ર જુદા જુદા વર્ગોના વિશિષ્ટ કાર્યક્રમો કરવા ઉપરાંત વિવિધ ભારતીનું સંચાલન કરે છે. રાજકોટ કેન્દ્ર પાસે 20 કિલોવોટનું ટ્રાન્સમીટર છે અને વિવિધ ભારતીનું 1 કિલોવોટનું ટ્રાન્સમીટર છે. ઉપરાંત દરિયાપાર વસતા ગુજરાતીઓ માટેના કાર્યક્રમો માટે 1000 કિલોવોટનું ટ્રાન્સમિટર જામનગર રોડ પર આવેલું છે. અમદાવાદ ખાતેના પ્રાદેશિક સમાચાર વિભાગ તથા દિલ્હીથી પ્રસારિત થતા રાષ્ટ્રીય સમાચારોમાં સૌરાષ્ટ્રની મહત્વની ઘટનાના સમાચાર સમાવી શકાય તે માટે 1978થી ન્યૂઝ રિપોર્ટર કાર્યરત છે, જે સાપ્તાહિક સમાચારદર્પણ રજૂ કરે છે.
આકાશવાણી રાજકોટ અને ભુજ કેન્દ્રની સિદ્ધિ કહી શકાય કે, 1974, 1976, 1979, 1980, 1998માં કચ્છ-ભુજ, મોરબી, કંડલા સહિત બન્ની વિસ્તારમાં આવેલા વાવાઝોડા, પુર સમયે અને 2001 આવેલા ભૂકંપ સમયે જનઉપયોગી પ્રસારણ સેવા પૂરી પાડી છે. 24 કલાક રાજકોટ અને ભુજ કેન્દ્ર ધમધમતા હતા. જ્યારે વાવાઝોડા, પુર, ભૂકંપ જેવી હોનારત સમયે ફોન, ટી.વી. સેવા ઠપ્પ થઈ ગઈ હતી વીજ પુરવઠો ઉપલબ્ધ ન હતો ત્યારે ક્યારેક-ક્યારેક તો 24-24 કલાક સુધી આકાશવાણીના આ કેન્દ્રો માહિતી આપવા-મેળવવા માટેના એકમાત્ર માધ્યમ બન્યા હતા. આકાશવાણીના કર્મચારીઓ હોનારત સ્થળ પર જઈને સાચી-સચોટ મહિતી લઈ આવતા અને પછી આકાશવાણી કેન્દ્ર પરથી તેનું સ્પેશિયલ બુલેટિન પ્રસારિત કરતા. દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોને પણ આ આકાશવાણી કેન્દ્ર હવામાન અંગેની જાણકારી આપતા, આકાશવાણીમાં હવામાન અંગેની કેટલીક ચેતવણીઓ દરિયામાં સાંભળીને માછીમારો કિનારે પરત ફરી જતા અને આ પ્રકારે મોટી જાનહાનિ ટળતી. સરહદી અને દરિયાઈ વિસ્તારમાં આકાશવાણી કેન્દ્ર રાજકોટ અને ભુજ કેન્દ્રની પ્રસારણ સેવા બહુઉપયોગી સાબિત થતી આવી છે. ખાસ કરીને કચ્છના સીમાડે જ્યાં ભારતની સરહદ આવેલી છે ત્યાં સેનાના જવાનો માટે પણ આકાશવાણીનું ભુજ કેન્દ્ર વેરાન રણ મધ્યે મીઠી વીરડી સમાન રહ્યું છે.
આકાશવાણી ભુજ કેન્દ્રની સ્થાપના 10 ઓક્ટોબર 1965માં થઈ હતી. આ કેન્દ્ર પરથી ગુજરાતી ઉપરાંત કચ્છી તેમજ સિંધી ભાષામાં પણ કાર્યક્રમો રજૂ થતા તેમજ તેનો સમાચારવિભાગ કચ્છ જિલ્લાના સમાચાર અને સમાચારદર્પણ કાર્યક્રમ રજૂ કરતો. સમાચારવિભાગ દ્વારા સાંપ્રત બાબતો વિશે પ્રાસંગિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવતો. ભુજ આકાશવાણી કેન્દ્રની ટ્રાન્સમીટર પ્રસારણશક્તિ 10 કિલોવોટની છે, જે ભુજ કેન્દ્રથી દૂર કૂકમા ગામ પાસે આવેલું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આહવા કેન્દ્ર 17 ફેબ્રુઆરી 1994માં શરૂ થયું. તે ઉપરાંત સુરત અને ગોધરામાં સ્થાનિક ગણાતાં બે રેડિયો કેન્દ્રો ગુજરાતમાં આવેલા છે. જો આકાશવાણી ભુજ કેન્દ્રની વાત કરવામાં આવે તો અહીનો સૌપ્રથમ કાર્યક્રમ ફોનઈન આપની પસંદ સફળ રહ્યો હતો. અનેક લોકોનો આ મનપસંદ કાર્યક્રમ હતો. કચ્છના સ્થાનિક કલાકારોના ગીત, સંગીત અને વાત રજૂ કરતા કાર્યક્રમ કુંજલ પાંજે કચ્છ જીને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી. કચ્છની સંસ્કૃતિ અને તેમના પ્રાદેશિક સંગીત વિશે અને કચ્છી બોલી પ્રત્યે આકર્ષણ ઊભું કરાવનાર આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમોમાં કચ્છી બોલીની મિઠાસથી લઈ કચ્છી સંસ્કૃતિની ઝલક છલકાઈ આવતી હતી.
કચ્છની કલા અને સંસ્કૃતિને વિશાળ ફલક પર પ્રસ્તુત કરનારુ આકાશવાણી ભુજ કેન્દ્ર પ્રથમ હતું. આકાશવાણી ભુજ કેન્દ્રની એક અલગ ખાસિયત હતી જે ખાસિયત કચ્છી કે પછી કોઈ ભાષા-સંસ્કૃતિ પ્રેમી જ સમજી શકે તેમ હતું. અફસોસ 2021-22માં પ્રસારભારતી દ્વારા દેશભરના 90 આકાશવાણી કેન્દ્રો સહિત ભુજ કેન્દ્ર પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને 55 વર્ષથી સંભળાતા આકાશવાણી ભુજ કેન્દ્રનો અવાજ બંધ થઈ ગયો છે. પ્રસાર ભારતીએ રેડિયો પ્રસારણ સેવાઓને ઓપરેટિંગ સ્ટેશન અને કોન્ટ્રીબ્યુટિંગ સ્ટેશન એમ બે પ્રકારમાં વિભાજિત કરતાં ભુજ સ્ટેશને કોન્ટ્રીબ્યુટિંગ સ્ટેશન તરીકે દરરોજ માત્ર અડધા કે એક કલાકની સામગ્રી વેબના માધ્યમથી અમદાવાદ કેન્દ્રને મોકલાવવાની રહે છે. મતલબ કે હવે આકાશવાણી રાજકોટ અને ભુજ કેન્દ્રનું વિવિધ કાર્યક્રમમાં પ્રદાન રહ્યું છે પણ આ કાર્યક્રમનું પ્રસારણ માત્ર અમદાવાદ કેન્દ્ર કરે છે. ભારતમાં રેડિયો આગમનના 100 વર્ષ બાદ 2023માં આકાશવાણી દ્વારા ગુજરાતમાં અમદાવાદ કેન્દ્ર ચાલુ રાખીને ભુજની સાથોસાથ રાજકોટ જેવા ધમધમતા તેમજ આહવા જેવા અંતરિયાળ વિસ્તારમાં આવેલા કેન્દ્રને મ્યુટ કરી દેવાયાં છે!
- Advertisement -
વધારો: અંગ્રેજોના શાસનકાળમાં રેડિયો રાખવા – સાંભળવા લાઈસન્સ લેવું અનિવાર્ય હતું. એ સમયમાં ગોંડલ એકમાત્ર એવું સ્ટેટ હતું જ્યાં રેડિયો રાખવા – સાંભળવા માટે લેવા પડતા લાઈસન્સ પર કોઈપણ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવતો નહતો. ગોંડલના રાજવી સર ભગવતસિંહજીએ અંગ્રેજો સમક્ષ દરખાસ્ત મૂકી હતી કે મારું રાજ્ય સંપૂર્ણ ટેક્સ ફ્રી રાજ છે, રેડિયો રાખવા – સાંભળવા માટે પ્રજા ટેક્સ નહીં ચૂકવે અને તેમ છતાં જો આપ આ દરખાસ્ત સાથે સહમત ન હોય તો મારા રાજ પરથી રેડિયોના તરંગો પસાર કરવાનું અટકાવી દેજો. અંતે ગોંડલના રાજવીની આ રજૂઆત સામે અંગ્રેજ સરકાર ઝૂકી હતી અને ગોંડલ સ્ટેટની જનતાને રેડિયો રાખવા – સાંભળવા માટે લેવા પડતા લાઈસન્સ પરના ટેક્સમાંથી મુક્તિ આપી હતી.