સુરતમાં આવેલી સચિન જી.આઈ.ડી.સી.માં આવેલી અત્તર બનાવવાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ. આ ઘટનામાં બે લોકો ને ઈજા થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સચિન જીઆઈડીસીમાં રોડ નંબર 4 પર આવેલી અત્તર બનાવવાની ફેક્ટરી માં બપોર ના સમયે ગાળા દરમિયાન લાગેલી આગથી ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ મચી જવાં પામ્યો હતો. આ આગની ઘટના ની જાણ ફાયર વિભાગને થતાં તમામ વિભાગનો કાફલો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં લેવા માટેની કોશિશ કરાઈ રહી હતી, પરંતુ કલાકો બાદ પણ આગ કાબુમાં ન આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં ન આવતાં બ્રિગેજ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો મારવા છતાં પણ આગ કાબૂમાં ન આવી હતી.
જે ગોડાઉનમાં અત્તર નો સ્ટોક હતો તે ગોડાઉનમાં અત્તર નાં સ્ટોક ના લીધે આગ વધુ બેકાબૂ બની હતી અને આ બેકાબૂ બનેલા આગનાં ગોટે ગોટા દૂર સુધી જોવા મળી રહ્યાં હતાં. આગનાં પગલે સચીન જીઆઇડીસી વિસ્તારમાં પાવર સપ્લાય પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ બેકાબૂ બની ગઈ હતી. આ આગને લીધે અત્તર બનાવવાની ફેક્ટરી માં કામ કરતાં બે કર્મચારીને ઇજા થવા પામી હતી. આ ઇજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
- Advertisement -
સુનિલ ગાંજાવાલા
સુરત


