અનેક વૈશ્ર્વિક કારણો ઉપરાંત હિડનબર્ગના અહેવાલ અને નવી સેટલમેન્ટ પદ્ધતિના પુર્વે માર્ગેટ રેડમાં
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈ શેરબજારમાં આજે કાળો બુધવાર જેવી સ્થિતિ બની છે. આજે સવારે સેન્સેકસ અને નિફટી ખુલતા જ જબરા કડાકા થયા છે જેમાં અનેક કારણો જવાબદાર ગણાય છે. મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેકસ 850 પોઈન્ટ તૂટીને 60128 સુધી નીચે ગયો છે જયારે નિફટીમાં પણ 252 પોઈન્ટનો કડાકો થયો છે.
શેરબજારમાં છ મહત્વના ફેકટરમાં જબરા કડાકા નોંધાઈ રહ્યા છે. નિફટી બેંક પણ તૂટયો હતો. જે માટે બજારમાં અનેક કારણો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ખાસ કરીને હિડનબર્ગનો જે અદાણી ગ્રુપ અંગે અહેવાલ આવ્યો છે તેની અસર ગ્રુપની દરેક લીસ્ટેડ કંપનીઓના શેર પર પડી રહી છે અને અદાણી ગ્રુપના તમામ શેરો 5 ટકા આસપાસ તૂટયા છે. અન્ય કારણોમાં યુએસના ડેટા સહિતના કારણોને જવાબદાર ગણાય છે જયારે શુક્રવારથી માર્કેટમાં નવી સેટલમેન્ટ સીસ્ટમ પણ અમલી બની રહી છે તેની પણ અસર હોવાનું માનવામાં આવી રહ્યું છે.


