ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં સહારા કંપનીના કાર્યકરો દ્વારા ગ્રાહકોને લઇને પડતી મુશ્કેલી બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષો થી સહારાના એજન્ટો જેઓએ તેમના ગ્રાહકોનું તેમજ પોતાનું રોકાણ સહારા કંપનીમાં કર્યું હતું જેનું પેમેન્ટ સહારા સેબી વિવાદના કારણે આવી રહ્યું નથી.તેથી અવાર નવાર એજન્ટો અને ગ્રાહકો વચ્ચે સંઘર્ષ થાય છે.ઉપરાંત નાના નાના એજન્ટો હાલ કપરી પરિસ્થિતિ માંથી પણ નીકળી રહ્યા છે અને વ્યાજે નાણા લઈ ગ્રાહકોને ચૂકવવા પર મજબૂર થયા છે.ભૂતકાળમાં પણ કોઈ કોઈ એજન્ટો એ તો આ તકલીફોને કારણે પોતાના જીવ પણ ગુમાવ્યા છે.જેથી સહારા સેબી વિવાદનો વહેલી તકે અંત આવે અને સરકાર દ્વારા વહેલી તકે નાણાંની ચુકવણીની વ્યવસ્થા કરાવવામાં આવે તેવી રજૂઆત પ્રાંત અધિકારી મારફત કરવામાં આવી હતી.આ તકે વેરાવળ તાલુકાના સહારાના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.નોંધનીય છે કે ,રાજ્યના દરેક શહેરમાં સહારાના રોકાણકારો અને લાખો કાર્યકરો છે જે સહારા સેબી વિવાદ વચ્ચે આર્થિક સંકટમાં મુકાયા છે.જો આ વિવાદ નો વહેલી તકે અંત આવે તો લાખો કાર્યકરો અને ગ્રાહકોના કરોડો રૂપિયા તેમને પરત મળી શકે.