1080 MCFT પાણી જળાશયોમાં લાવવામાં આવશે
દરરોજ 20 મિનિટ પાણી અપાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની જળ સમસ્યા દૂર કરવા આજી ડેમમાં નર્મદાનીર આવ્યા છે. જેમાં પેટા 1080 એમસીએફટી પાણી રાજકોટના જળાશયોમાં લવાશે. રાજકોટને દરરોજ 20 મિનિટ પાણી આપવા માટે ભાજપ શાસિત મહાપાલિકાએ વચન આપેલું હોય તેના પાલન માટે નર્મદાના નીર આજી ડેમમાં ઠાલવવાનું શરૂ થયું છે. પાઇપલાઇન દ્વારા પાણી ત્રંબાથી આજીડેમ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે.
મહાપાલિકાના સૂત્રોએ કહ્યું હતું કે આજીડેમ ખાતે નર્મદાનીરની આવક શરૂ થઈ છે. તથા 9 એમસીએફટી જેટલું પાણી આવી ગયું છે.
જાન્યુઆરી એન્ડમાં આ ડેમનું પાણી ડેડ લેવલ પહોંચે તે પહેલા પાણીની આવક શરૂ થતા રાજકોટને મુશ્કેલી નહીં પડે તથા રાજકોટના આજીડેમ તેમજ ન્યારીડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવનાર છે.