ડિંગુચા કેસમાં પકડાયેલા એજન્ટની તપાસમાં ચોંકાવનારા ખુલાસા
રાજકીય પીઠબળના કારણે યોગેશ ગુજરાતનો સૌથી મોટો એજન્ટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદમાં ડિંગુચા કેસમાં પકડાયેલા એજન્ટની તપાસમાં મોટા ખુલાસા થયો છે. જેમાં એજન્ટ યોગેશ પટેલના રાજકીય પાર્ટી સાથે ઘરોબો છે. તેમાં એજન્ટ યોગેશે 10 વર્ષમાં હજારો લોકોને ગેરકાયદે અમેરિકા મોકલ્યા છે. રાજકીય પીઠબળના કારણે યોગેશ ગુજરાતનો સૌથી મોટો એજન્ટ બન્યો છે. તથા કબૂતરબાજીના રૂપિયાનું રોકાણ ક્ધસ્ટ્રકશનમાં કર્યું હતુ. અમેરિકા જવા ઈચ્છતા લોકો શોધી લાવનારને યોગેશ રૂપિયા પણ આપતો હતો. ડિંગુચા કેસમા ઝડપાયેલા એજન્ટની તપાસમા મોટા ખુલાસા થયા છે. જેમાં ક્ધસ્ટ્રક્શનમા પણ રાજકીય પાર્ટીના આગેવાનોએ રોકાણ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચે યોગેશના પીઠબળ અંગે તપાસ હાથ ધરી છે. કબૂતર (અમેરિકા જવા ઉત્સુક) શોધી લાવનાર એજન્ટને 5 લાખ રૂપિયા યોગેશ આપતો હતો. 19 જાન્યુઆરી 2022નાં રોજ કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા સમયે ડિંગુચાનાં પરિવારના 4 સભ્યો ઠંડીમાં થીજી જતાં મોત નિપજતા હતા. જે મામલે એમ્બેસી સહિત ગુજરાત પોલીસ તપાસ કરી રહી હતી. ડિંગુચાનાં પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ બોબી ઉર્ફ ભરત પટેલની ધરપકડ કરાઈ હતી.