ઘટનાસ્થળે દારૂની રેલમછેલ, એક ઈજાગ્રસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી હળવદ રોડ પર આવેલ નીચી માંડલ ગામ નજીક વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી ઈકો કાર નાલામાં ખાબકી હતી. કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોય ઘટનાસ્થળે દારૂની રેલમછેલ થઈ ગઈ હતી અને લોકોના ટોળા એકત્ર થયા હતા. મોરબી હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ નજીક પીરની દરગાહ પાસે ગતરાત્રે જીજે 13 એએમ 6047 નંબરની ઈકો કાર કોઈ કારણોસર નાલામાં ખાબકી હતી. આ કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોય ઘટનાસ્થળે વિદેશી દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોચાલકને ઈજાઓ થતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મોરબીના નીચી માંડલ ગામ પાસે વિદેશી દારૂ ભરેલી ઈકો કાર નાલામાં ખાબકી
