ખાસ-ખબર સંવાદદાતા
ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી નું પ્રથમ એટલે શ્રી સોમનાથ મહાદેવના મંદિરને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાનાર 17 માં પ્રવાસી દિવસ ઉજવણીમાં આમંત્રણ મળતા ભાગ લેશે. આવતી કાલે તા. 8 થી 10 જાન્યુઆરી સુધી ઇન્દોર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સોમનાથ ઉપરાંત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો પણ સ્ટોલ હશે. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સોમનાથ થી એક ખાસ ટીમ ઇન્દોર જવા રવાના થઈ છે. સોમનાથના આ સ્ટોલમાં ઇન્દોર ખાતે સોમનાથના લાઈવ દર્શન, સાહિત્ય, ફોટોગ્રાફસ, વિઝ્યુઅલ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં કરેલો વિકાસ અને ખાસ કરીને સોમનાથનાં અહલ્યાબાઈ મંદિરનું કરાયેલ નવીનીકરણ હશે.સોમનાથ મંદિર અને ઇંદોરના પુણ્ય મહારાણી અહલ્યા ભાઈએ સોમનાથ તીર્થમાં કરેલ સોમનાથ મંદિર ની વિશેષ પ્રકાશ-જાણકારી અપાશે.ભારતીય પ્રવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમો દર વર્ષે જુદા જુદા રાજ્યોમાં યોજાતા હોય છે.