કોરિડોર એટલો તો ભવ્ય, દિવ્ય અને વિશાળ બનશે કે એક સાથે 10 હજાર શ્રધ્ધાળુઓ બાંકે બિહારીના દર્શન કરી શકશે
મથુરાના બાંકે બિહારી મંદિરમાં 506 કરોડના ખર્ચે બનશે કોરિડોર, હાઈકોર્ટમાંથી લીલી ઝંડી મળ્યા બાદ તેના પર કામ શરૂ થઈ જશે. પરિક્રમા માર્ગ સ્થિત જુગલ ઘાટથી કોરિડોરનું મુખ્ય પ્રવેશ દ્વાર બનશે. કોરિડોરનું સ્વરૂપ એવું તૈયાર કરવામાં આવ્યું છે કે તેમાં પ્રવેશ કરતા જ આરાધ્યની છબી બહારથી જ જોવા મળશે.
- Advertisement -
બાંકે બિહારી મંદિરમાં વધતી ભીડને જોઈને સરકારે અહીં પાંચ એકરમાં કોરિડોરનો પ્રસ્તાવ કર્યો છે અને તેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે. જુગલ ઘાટ સ્થિત પરિક્રમા માર્ગથી તેનો મુખ્ય રસ્તો અપાયો છે. યમુનાના કિનારે બની રહેલા યમુના રિયર ફ્રન્ટથી કોરિડોરનો રસ્તો જશે. કોરિડોરથી મંદિર પરિસર એટલુ ભવ્ય અને દિવ્ય બનશે
કે એક સમયે કમ સે કમ 10 હજાર શ્રધ્ધાળુઓ તેમાં રોકાઈ શકશે. મંદિર પરિસરમાં બે માળ હશે, ઠાકુર બાંકે બિહારી ઉપરના માળે બિરાજમાન થશે. દરેક માળમાં શ્રધ્ધાળુઓની સુવિધાઓ વિકસિત થશે. કોરિડોર એટલો તો ભવ્ય બનશે કે કોરિડોરમાં શ્રધ્ધાળુ પ્રાકૃતિક વાતાવરણમાં બેસી શકશે. કોરીડોર લગભગ 800 વર્ગ મીટરમાં કાનાની લીલાઓના ચિત્રોથી સુસજજ થશે.