ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જૂનાગઢ ખાતે કાર્યરત પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં ખડક ચઢાણ બેઝિક કોર્સનું સમાપન થયું હતું.
આ કોર્સમાં ગુજરાત રાજ્યના જુદા જુદા સુરત, ભરૂચ, આણંદ, દેવભૂમી દ્વારકા, ગિર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લાઓમાંથી કુલ 93 જેટલા શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિબિરાર્થીઓ કામધેનુ યુનિવર્સિટી આણંદના વેટરનરી મહાવિદ્યાલય તથા સુરત તેમજ ભરૂચની ઈન્ડ્રસ્ટ્રયલ ફાયર સેફ્ટી મેનેજમેન્ટ એકેડમી, ઉપરાંત વ્યક્તિગત રીતે પસંદગી પામ્યા હતા. અને તાલીમ પૂર્ણ કરી હતી. આ કાર્યક્રમમાં સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુવા લેખક તથા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન- જૂનાગઢના સહસંયોજક નિકુંજ સુંદરસાથ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વાલી-એ- સોરઠ હાઈસ્કૂલ,જૂનાગઢના પ્રિન્સિપાલ ડો.હારુનભાઈ વિહળ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનો પરિચય કેન્દ્રના ઈન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું. શિબિરના સમાપનમાં શિબિરાર્થીઓ પૂજાબેન, જલ્પાબેન, દિપકભાઈ એ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. એ બાદ મહેમાનો દ્વારા શિબિરાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમના અતિથિ શ્રી નિકુંજ સુંદરસાથે વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સર્જનાત્મક અભિવ્યક્તિમાં માતૃભાષાનું મહત્વ વિષયક વાત અનેક ઉદાહરણો દ્વારા પૂરી પાડી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ હારુનભાઈ વિહળે વિદ્યાર્થીઓને જુદા જુદા ગીતોનું ગાન કરી તેના અર્થભરી વાતોથી વિદ્યાર્થીઓને મનોરંજન પીરસ્યું હતું. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને પોતાના ક્ષેત્રમાં ઉત્તમોત્તમ કાર્ય કરે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ ખાતે ખડક ચઢાણ બેઝિક કોર્સનો સમાપન
