અલ નાસર આ ખેલાડીને એટલો પગાર આપી શકે છે કે જે કોઈપણ રમતના ઈતિહાસમાં આપવામાં આવેલો સૌથી વધુ પગાર હશે
પોર્ટુગલના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ નાસર સાથે ડીલની પુષ્ટિ કરી છે. આ અંતર્ગત રોનાલ્ડો 2025 સુધી આ ક્લબ સાથે રમતા જોવા મળશે. ફૂટબોલ ક્લબ અલ નાસરે તેમની ટ્વિટર પોસ્ટમાં લખ્યું, “ઇતિહાસ રચાઈ રહ્યો છે. આ ડીલ માત્ર અમારી ક્લબને જ નહીં પરંતુ આપણા દેશ, આવનારી પેઢીને પણ મોટી સફળતા હાંસલ કરવા માટે પ્રેરિત કરશે. નાસરમાં આપનું સ્વાગત છે.”
- Advertisement -
History in the making. This is a signing that will not only inspire our club to achieve even greater success but inspire our league, our nation and future generations, boys and girls to be the best version of themselves. Welcome @Cristiano to your new home @AlNassrFC pic.twitter.com/oan7nu8NWC
— AlNassr FC (@AlNassrFC_EN) December 30, 2022
- Advertisement -
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ નાસર અને રોનાલ્ડો વચ્ચે 4,400 કરોડની ડીલ થઈ છે. જેમાં હવે રોનાલ્ડોને એક વર્ષમાં લગભગ 1800 કરોડની આસ પાસ પગાર મળી શકે છે. જો આમ થશે તો તે કોઈપણ રમતના ઈતિહાસમાં આપવામાં આવેલો સૌથી વધુ પગાર હશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અન્ય સાઉદી ક્લબ અલ હિલાલ તરફથી રોનાલ્ડોને ઓફર આવી હતી, જે રોનાલ્ડોને અલ નાસર કરતા પણ વધુ એટલે કે, લગભગ 370 મિલિયન ડોલર આપવા તૈયાર હતા. પરંતુ તે સમયે રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડમાં રહેવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યું હતું કે, તે અહીં ખુશ છે. અગાઉ રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઈટેડમાં દર અઠવાડિયે 6 લાખ 5 હજાર મિલિયન ડોલર આપવામાં આવતા હતા. બીજી તરફ રોનાલ્ડોને અલ નાસર તરફથી દર અઠવાડિયે લગભગ $1 મિલિયન આપવામાં આવશે.
Cristiano Ronaldo signs two-year deal with Saudi Arabia club Al-Nassr, becomes highest-paid footballer in history
Read @ANI Story | https://t.co/CyinlZexaT#CristianoRonaldo #football #AlNassr pic.twitter.com/xb7d82pQPG
— ANI Digital (@ani_digital) December 31, 2022
અલ નાસર શું છે ?
અલ નાસરની સ્થાપના 1955માં રિયાધમાં થઈ હતી. તે સાઉદી અરેબિયાની સૌથી જૂની ફૂટબોલ ક્લબ છે અને તેણે 9 સાઉદી પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યા છે.