વડાપ્રધાન મોદી કે જેઓની માટે દેશસેવા કાયમથી પ્રથમ રહી છે. ત્યારે આજે સવારમાં માતાના નિધન બાદ તેઓ તુરંત પશ્ચિમ બંગાળના ઉદ્ઘાટનમાં જોડાઇ ગયા. દરમ્યાન મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને કાર્યક્રમ ટૂંકાવીને આરામ કરવાની અપીલ કરી હતી.
વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું આજે સવારમાં જ નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ખુદ આજે ગાંધીનગરના સેક્ટર-30 ખાતે પોતાની માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ ખુદ માતાને મુખાગ્નિ આપી હતી. જોકે ત્યાર બાદ તુરંત વડાપ્રધાન મોદી પોતાના સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત થઇ ગયા હતા.
- Advertisement -
PM Modi inaugurated & laid the foundation stone for various Railway projects in West Bengal, through video conferencing.
(Source: DD) pic.twitter.com/EFyTrhjSqM
— ANI (@ANI) December 30, 2022
- Advertisement -
માતા હીરાબાના અંતિમ સંસ્કાર બાદ તુરંત વડાપ્રધાન મોદી દેશસેવામાં જોડાઇ ગયા છે. તેઓ પશ્ચિમ બંગાળના વિકાસકાર્યોના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલી જોડાઇ ગયા છે. વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી પશ્ચિમ બંગાળને 7800 કરોડની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે.
I was supposed to come to West Bengal but due to personal reasons, I could not come there. I seek apologies from the people of Bengal: PM Modi during the inauguration event of Railway projects that was attended by him virtually pic.twitter.com/FGtzYenzUH
— ANI (@ANI) December 30, 2022
જોકે આ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પોતાની માતા વિશે એક પણ શબ્દ નથી બોલ્યા. પારિવારિક કારણોસર તેઓએ માતાના અગ્નિ સંસ્કારમાં હાજરી તો આપી પરંતુ તુરંત વડાપ્રધાન મોદી દેશસેવામાં જોડાઇ ગયા. એટલે કે પહેલાં ન મોદીએ દીકરા તરીકેની ફરજ અદા કરી અને પછી તુરંત રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે તેઓ દેશસેવામાં જોડાઇ ગયા. તેઓએ સંબોધન દરમ્યાન માત્ર એટલું જ કહ્યું કે, ‘મારા વ્યક્તિગત કારણોના લીધે હું તમારી વચ્ચે આવી ન શક્યો તે માટે હું તમારી ક્ષમા માંગુ છું.’
#WATCH | West Bengal CM Mamata Banerjee expresses condolences to PM Modi, over the demise of his mother Heeraben Modi, during an event in Howrah that was attended by PM Modi through video conferencing.
(Source: DD) pic.twitter.com/qNnqaCtxSS
— ANI (@ANI) December 30, 2022
મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને કરી કાર્યક્રમ ટૂંકાવવાની અપીલ
બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વડાપ્રધાનના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મમતાએ કહ્યું કે, ‘મારી સંવેદના તમારી સાથે છે. તમારા દુઃખની ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ. માતા કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ હોઈ શકે નહીં.’ મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમ ટૂંકાવવાની અપીલ કરી હતી.