ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે પર ગોરખમઢી નજીક ભારત પેટ્રોલપમ્પ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાન નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળતી વિગત મુજબ ગઈ કાલે સાંજે 5 વાગ્યા આસપાસ વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે પર ગોરખમઢી નજીક આવેલા ભારત પેટ્રોલપંપ પાસે ટ્રક અને બાઇક અથડાઈ હતી જેમાં બાઇક ચાલક રવિભાઈ ગોવિંદભાઇ ભોળા ઉ.વર્ષ 20 રહે. બરૂલા જે પોતાનું બાઇક ન. કેએ 22 એચડી 9428 લઈ વેરાવળ તરફ થી પોતાના ઘરે પરત આવી રહ્યા હતા અને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોરખમઢી નજીક આવેલા ભારત પેટ્રોલપંપ થી પેટ્રોલ પુરાવી રોડ ક્રોસ કરવા જતાં રવિ ભાઇ બાઇક પર જતા હતા તે દરમિયાન સામેથી આવતા સિમેન્ટ ભરેલો ટ્રક વેરાવળ તરફ જઇ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલક ન.જી જે 12 એઝેડ 5085ના ટ્રક ના પાછલા જોટા માં આવી જતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ બનાવ ની જાણ વાયુ વેગે પ્રસરતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટનાની જાણ સુત્રાપાડા પોલીસ ને કરતા વધુ તપાસ સુત્રાપાડા પોલીસે હાથ ધરેલ છે. આ ઘટનામાં બરૂલા ગામના યુવાન નું કમકમાટી ભર્યું મોત નિપજતા બરૂલા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
કોડીનાર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
