દિવંગત બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની મોતનો મામલો ફરી એક વખત ખુલી રહ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે એસઆઈટી તપાસના આદેશ આપ્યાં છે.
દિશા સાલિયાનનુ શંકાસ્પદ મોત
- Advertisement -
એટલું જ નહીં, આ કેસમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ પણ કરવામાં આવી છે. દિશા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. તે 28 વર્ષની હતી. પોલીસ મુજબ, 8 અને 9 જૂન 2020 દરમ્યાન રાત્રે દિશા સાલિયાને એક બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. તો 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરમાં મૃત મળ્યા હતા. ત્યારબાદ બંનેની મોતને લઇને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી.
14મા માળથી પટકાઈ હતી દિશા
દિશાની મોત રાત્રે આશરે 2 વાગ્યાની આજુબાજુ થઇ હતી. જ્યારે લાશનુ પોસ્ટમોર્ટમ બે દિવસ બાદ 11 જૂને કરવામાં આવ્યું હતુ. આ મામલે પહેલો સવાલ એવો ઉઠી રહ્યો હતો કે શુ કારણ હતુ જેનાથી બોરીવલી પોસ્ટમોર્ટમ સેન્ટર પર ઑટોપ્સી થવામાં બે દિવસ મોડુ કેમ થયુ હતુ? ઑટોપ્સી મુજબ, માથામાં ઈજા થવી અને ઘણા પ્રકારની અકુદરતી ઈજા દિશાના મોતનુ કારણ હતી. કારણકે તે 14મા માળથી પટકાઈ હતી.
- Advertisement -
મલ્ટીપલ ઈજાનો ખુલાસો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ સ્પષ્ટ હતુ કે દિશાને પડવાના કારણે મલ્ટીપલ ઈજા થઇ હતી. જેની સાથે કોઈ પણ પ્રકારનો ફિજિકલ અસૉલ્ટ કરવામાં આવ્યું નહોતુ. રિપોર્ટમાં મલ્ટીપલ ઈન્જરીની વાત કરવામાં આવી છે, જે તેમને 14મા માળેથી પડવાના કારણે થઇ હતી. ક્યાય પ્રાઈવેટ પાર્ટમાં ઈજા થઇ હોવાની કોઈ વાત નથી.