મોરબીના ગાળા અને શાપર ગામ વચ્ચે આવેલ ટાઈલ્સ ફેક્ટરીના પેકીંગ ગોડાઉનમાં પૂંઠાના જથ્થામાં વહેલી સવારે આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રવિવારે વહેલી સવારે ગાળા અને શાપર ગામ વચ્ચે આવેલ સોલોસ્ટોન અને એન્ટોનોવા નામની ટાઇલ્સ ફેકટરીના પૂંઠાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની મોરબી ફાયર વિભાગની ટીમને જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં ગોડાઉનમાં રાખવામાં આવેલ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
મોરબીના શાપર નજીક ફેકટરીના ગોડાઉનમાં આગ ભભુકી, જાનહાનિ નહીં
Follow US
Find US on Social Medias