કતારની રાજધાની દોહાના લુસૈલ સ્ટેડિયમમાં રમાયેલા ફાઈનલમાં મુકાબલમાં આર્જેન્ટીનાએ ફ્રાન્સને હરાવીને ફિફા વર્લ્ડ કપ જીતી લીધો છે.
ફીફા વિશ્વકપમાં આર્જેન્ટિનાની શાનદાર જીત થઈ છે. 36 વર્ષ બાદ આર્જેન્ટિનાએ વિશ્વકપ જીત્યો છે. લિયોનેલ મેસ્સીની વિશ્વકપ સાથે વિદાય પણ લઈ રહ્યો છે. અત્યાર સુધી કુલ 3 વખત આર્જેન્ટીનાએ વિશ્વકપ જીત્યો છે. ફ્રાન્સ સતત વિશ્વકપ જીતનો ઇતિહાસ ન દોહરાવી શકી.અગાઉ 2006માં પણ ફાઇનલમાં પેન્લટી શૂટઆઉટમાં ફ્રાન્સ હાર્યું હતું.રોમાંચક મુકાબલા સાથે ફિફા વિશ્વકપની આ વર્ષે પૂર્ણાહુતિ થઈ છે. અત્યાર સુધી વિશ્વકપની ફાઇનલમાં ૩ વખત પેન્લટી શૂટઆઉટની સ્થિતિ આવી છે.
- Advertisement -
PM મોદીએ પાઠવ્યા અભિનંદન
PM મોદીએ આર્જેટિનાને ફિફા વર્લ્ડ કપ 2022માં ચેમ્પિયન બનવા પર શુભકામનાઓ પાઠવી, કહ્યું ફૂટબોલ ઈતિહાસમાં સૌથી રોમાંચક મેચ તરીકે યાદ કરવામાં આવશે!, આર્જેન્ટિના અને મેસ્સીના લાખો ભારતીય ચાહકો તેમની શાનદાર જીતથી આનંદિત છે, જુઓ ટ્વિટ
This will be remembered as one of the most thrilling Football matches! Congrats to Argentina on becoming #FIFAWorldCup Champions! They’ve played brilliantly through the tournament. Millions of Indian fans of Argentina and Messi rejoice in the magnificent victory! @alferdez
— Narendra Modi (@narendramodi) December 18, 2022
- Advertisement -
બંન્ને ટીમની બરાબરી થતાં પેનલ્ટી શૂટઆઉટ
ફિફા વર્લ્ડ કપ 2022નો મુકાબલો રોમાચંક જામ્યો હતો. બંન્ને ટીમે મેચના 2-2ની બરાબરી થઈ હતી જે બાદ મેચમાં બંન્ને ટીમને 15-15 મિનેટ એક્સ્ટ્રા આપાવમાં આવી હતી. જેમાં લિયોનેલ મેસી અને કિલિયન એમ્બાપ્પેને એક-એક ગોલ કર્યો હતો. જે બાદ મેચ 3-3ની બરાબરી થઈ જે બાદ પેનલ્ટી શૂટઆઉટની મદદ લેવી પડી હતી. જે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જટીના ગોલકીપર અમિલિયાનો માર્ટિનેજએ બે સેવ કર્યા અને આર્જિટીનાની જીત થઈ હતી.
Congratulations to France for a spirited performance at the #FIFAWorldCup! They also delighted Football fans with their skill and sportsmanship on the way to the finals. @EmmanuelMacron
— Narendra Modi (@narendramodi) December 18, 2022
પેનલ્ટી શૂટઆઉટમાં શું થયું?
ફ્રાન્સ – કીલીયન એમ્બાપ્પે (ગોલ)
આર્જેન્ટિના – લિયોનેલ મેસી (ગોલ)
ફ્રાન્સ- કિંગ્સલે કોમાન (મિસ)
આર્જેન્ટિના – પાઉલો ડાયબાલા (ગોલ)
ફ્રાન્સ – અયુરેલિયન ટી. (મિસ)
આર્જેન્ટિના – લિએન્ડ્રો પરેડેસ (ગોલ)
ફ્રાન્સ – રેન્ડર કોલો મુઆની (ગોલ)
આર્જેન્ટિના – ગોન્ઝાલો મોન્ટીઅલ (ગોલ)
મેસી ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ રમનારો ખેલાડી બન્યો
મેસી આ સાથે ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ રમનારો ખેલાડી બની ગયો છે. ફ્રાન્સ સામે ફાઈનલ રમવા આવતાની સાથે જ મેસીએ જર્મનીના લોથર મેથોસ (25 દેખાવ)ને પાછળ રાખીને વર્લ્ડ કપ રમવાનો સૌથી વધુ ખેલાડી બની ગયો છે.ફૂટબોલમાં રમનાર ટીમોને મળ્યાં આટલા રુપિયા
• વિજેતા – 347 કરોડ રૂપિયા
• રનર-અપ – 248 કરોડ રૂપિયા
• ત્રીજા ક્રમની ટીમ – 223 કરોડ રૂપિયા (ક્રોએશિયા)
• ચોથા ક્રમની ટીમ – 206 કરોડ રૂપિયા (મોરોક્કો)
#FIFAWorldCup | Argentina beat defending champion France by 4-2 (3-3 in extra time) on penalties to win FIFA World Cup
(Pic: FIFA World Cup's Twitter Handle) pic.twitter.com/TrzyqFxIrj
— ANI (@ANI) December 18, 2022
નોકઆઉટ મેચોમાં પહોંચનારી ટીમો જ નહીં પરંતુ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોને પણ ફીફા દ્વારા કેટલીક રકમ આપવામાં આવે છે. જાણો કઈ ટીમોને કેટલા રૂપિયા મળ્યા છે…
• વર્લ્ડ કપમાં દરેક ટીમ માટે $9-9 મિલિયન • પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ટીમો માટે $ 13 મિલિયન • ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયેલી ટીમો માટે $ 17 મિલિયન
ફિફા દ્વારા વર્લ્ડ કપ દરમિયાન કુલ મળીને રુપિયા 3641 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જે જુદી-જુદી ટીમોને ઈનામી રકમ તરીકે સાબિત થશે. જેમાં દરેક ટીમની પાર્ટિસિપેશન ફી, મેચ વિનિંગ, ગોલ ફી, તેમજ જીતની રકમ, રનર્સ અપ, નોકઆઉટ મેચ સુધી પહોંચનારી ટીમોનો સમાવેશ થાય છે.
વિજેતા ટીમને ન મળી ફિફાની ઓરિજનલ ટ્રોફી
ફિફા વર્લ્ડ કપ જીતનારી ટીમને ફિફાની ઓરિજનલ ટ્રોફી અપાઈ નહોતી, તેમને ફક્ત સેલિબ્રેશન કરવા માટે જ ટ્રોફી અપાઈ હતી ત્યાર બાદ ફિફાના અધિકારીઓએ તે ટ્રોફી લીધી હતી અને વિજેતા ટીમને ફક્ત ડુપ્લીકેટ ટ્રોફી આપી હતી. ફિફાની ઓરિજનલ ટ્રોફીને જર્મનીના મ્યુનિખ સ્થિત ફિફાના મુખ્યાલયમાં રાખવામાં આવશે. 2015ની સાલમાં ફિફાએ એવો નિયમ કર્યો હતો, વિજેતા ટીમને ટ્રોફી નહીં અપાય.