ગુજરાત સહિત દેશમાં દર્માંતરણ મુદ્દો ખુબ જ ગંભીર રીતે વકર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સહિત દેશમાં દર્માંતરણ મુદ્દો ખુબ જ ગંભીર રીતે વકર્યો છે. ત્યારે ગુજરાતના બાલાસિનોર વિસ્તારના 45 દલિતોને વધતા અત્યાચારનો હવાલો આપીને બૌદ્ધધર્મ અંગિકાર કરાવ્યાની ઘટના સામે આવી છે. મહિસાગર જિલ્લામાં 45 દલિતોએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે અને તેમનો આરોપ છે કે દેશમાં અનુસૂચિત જાતિ સમુદાયો વિરુદ્ધ અત્યાચાર વધી રહ્યો છે. તેમણે મહિનાઓ પહેલા રાજસ્થાનના જાલોર શહેરમાં એક વિદ્યાર્થીના મોતનો હવાલો આપ્યો હતો. 11 ડિસેમ્બરે બાલાસિનોરના ગાર્ડન પેલેસ હોટલમાં બૌદ્ધ ધર્મ અંગિકાર કરનાર રાજૂ ચૌહાણે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ‘અમે પરિવર્તિ થઈ ગયા કારણ કે અમે જે ધર્મમાં પૈદા થયા એ ધર્મમાં અમને માણસ માનતા નથી. આવા અનેક અત્યાચારો છે જેને આપણે લગલભગ દરરોજ સાંભળીયે છીએ. અમે મૂંછ વધારી શકતા નથી. અમે ઘોડે સવારી નથી કરી શકા. જો અમે એવું કરીએ છીએ તો અમે માર્યા જઈએ છીએ. એટલું જ નહીં એક બાળક પાણી પીવાનું વાસણને અડકવાની હિંમત કરે છે તો તેને શિક્ષક માર મારે છે. આવી જ ઘટના થોડા મહિના પહેલા ઝાલોરમાં એક વિદ્યાર્થી ઇંદ્રા મેઘવાલની સાથે ઘટી હતી.’
ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનના યુવકના પિતા અને કાકાને કેટલાક દિવસ પહેલા ધમકી આપવામાં આવી હતી અને તેને માર મારવામાં આવ્યો હતો. કાકાને જોધપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ગાયની પૂજા કરી શકે છે અને તેનું મૂત્ર પી શકે છે. પરંતુ એક નિશ્ચિત સમુદાયના લોકો તેમને અડી શકતા નથી. નહીં તો તે અભડાઈ જશે. એટલા માટે પંચશીલ સિદ્ધાંતોથી પ્રભાવિત થઈને અમે એક એવા ધર્મમાં પરિવર્તિત થઈ ગયા જે દરેક મનુષ્યોને સમાન માને છે અને વ્યવહાર કરે છે.