આઇપીએલનાં આયોજકોએ એ ખેલાડીઓની લિસ્ટને જાહેર કરી છે જેના પર બોલી લાગશે. ટીમોનાં કહેવા પર કુલ 405 ક્રિકેટરોની લિસ્ટ ઓક્શન માટે તૈયાર કરવામાં આવી છે.
IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ 2023નાં સીઝન માટે ખેલાડીઓની ઓક્શન લિસ્ટ સામે આવી છે. 23 ડિસેમ્બર 2022નાં કોચીમાં થવાનાં ઓકશ્ન માટે કુલ 405 ક્રિકેટરોને ફાઇનલ કરવામાં આવ્યાં છે જેના પર બોલી લાગશે. શરૂઆતમાં 991 ખેલાડીઓને પ્રારંભિક લિસ્ટમાં મૂકવામાં આવેલ હતાં જેમાંથી 10 ટીમો દ્વારા 369 ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યાં હતાં.
- Advertisement -
119 કેપ્ડ પ્લેયર જ્યારે 282 અનકેપ્ડ પ્લેયર
IPLની અલગ-અલગ ટીમોએ 36થી વધુ ખેલાડીઓનાં નામો મૂક્યાં છે જેના કારણે લિસ્ટ 405ની થઇ છે. 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 132 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 4 ખેલાડી એસોસિએટ નેશન્સથી પણ ફાઇનલ લિસ્ટમાં ઉમેરવામાં આવ્યાં છે. ઓક્શન માટે પસંદ કરવામાં આવેલા 119 કેપ્ડ પ્લેયર છે જ્યારે 282 અનકેપ્ડ પ્લેયર છે.
JUST IN: 405 players shortlisted for IPL 2023 mini-auction in Kochi.
Here's the proper #IPL2023 auction guide you all should've in your gallery. pic.twitter.com/Z5RyrWMnbl
- Advertisement -
— CricTracker (@Cricketracker) December 13, 2022
10 ટીમોની પાસે માત્ર 87 સ્લોટ ઉપલબ્ધ
આઇપીએલની 10 ટીમોની પાસે માત્ર 87 સ્લોટ ઉપલબ્ધ છે જેમાંથી 30 ખેલાડીઓ વિદેશી પસંદ કરવામાં આવી શકે છે. 2 કરોડ રૂપિયાની ઊચ્ચતમ બેસ પ્રાઇઝમાં 19 વિદેશી ખેલાડીઓએ પોતાનું નામ આપ્યું છે. તો 11 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા છે. મનીષ પાંડે અને મયંક અગ્રવાલ પણ ભારતનાં એવા 2 ખેલાડીઓ છે જેમની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે. આ સિવાય 18 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1 કરોડ છે.
2 ભારતીયોની બેઝ પ્રાઇઝ 1 કરોડ
આઇપીએલ 2023 માટે ઓક્શન 23 ડિસેમ્બરનાં ભારતીય સમયાનુસાર બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે. સનરાઇઝર્સ હૈદ્રાબાદની પાસે સૌથી મોટું પર્સ હોવાની સંભાવના છે. તેમના ખાતામાં 42.25 કરોડ રૂપિયા છે તો કોલકતા નાઇટ રાઇડર્સ પાસે સૌથી ઓછાં માત્ર 7 કરોડ અને 5 લાખ રૂપિયા છે. KKR માટે 11 સ્લોટ ખાલી છે.