– લગ્નના 10 વર્ષ બાદ મા બનશે ઉપાસના
ફિલ્મ અભિનેતા રામ ચરણ અને ઉપાસના કમિનેની લગ્નના 10 વર્ષ બાદ માતા-પિતા બનવાના છે. જેની જાહેરાત રામ ચરણના પિતા અને દિગ્ગજ અભિનેતા ચિરંજીવીએ કરી છે.
- Advertisement -
અભિનેતા રામ ચરણ પિતા બનશે
હાલમાં આવેલી ફિલ્મ આરઆરઆરમાં રામનુ પાત્ર નિભાવીને કિર્તિના શિખરો સર કરનારા અભિનેતા રામ ચરણના ઘરે થોડા સમયમાં કિલકારિયા ગુંજવાની છે. રામ ચરણની પત્ની ઉપાસના કમિનેની કોનિડેલા પ્રેગ્નેન્ટ છે અને ટૂંક સમયમાં માં બનવાની છે. ઘરમાં આવતી આટલી મોટી ખુશખબરીની જાહેરાત રામ ચરણના પિતા અને સુપરસ્ટાર ચિરંજીવીએ કરી છે.
ચિરંજીવીએ ટ્વિટર પર સુંદર નોટ શેર કરી
- Advertisement -
ચિરંજીવીએે સોમવારે ટ્વિટર પર એક સુંદર નોટ શેર કરી. નોટમાં લખ્યું છે, શ્રી હનુમાનજીની કૃપાથી અમને આ વાત જણાવતા અત્યંત આનંદ થાય છે કે ઉપાસના અને રામ ચરણ પહેલી વખત માતા-પિતા બનવાના છે. જાહેર કરાયેલ સ્ટેટમેન્ટની નીચે ચિરંજીવી સિવાય સુરેખા, શોભના અને અનિલ કમિનેનીનુ પણ નામ લખવામાં આવ્યું છે.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022
વર્ષ 2012માં થયા હતા લગ્ન
અભિનેતા રામ ચરણ અને ઉપાસના કમિનેનીના લગ્ન 14 જૂન 2012માં થયા હતા. હવે 10 વર્ષ બાદ બંને પહેલા બાળકના માતા-પિતા બનવાના છે. રિપોર્ટસ મુજબ, રામ ચરણ અને ઉપાસના કોલેજમાં સાથે હતા. તે સમયે બંને સારા મિત્રો હતા. ત્યારબાદ જ્યારે રામ ચરણની ફિલ્મ મગધીરા રીલીઝ થઇ ત્યારે બંને એકબીજાની સાથે રિલેશનશીપમાં આવ્યાં હતા. ઉપાસના અપોલો ચેરિટીની પ્રેસિડેન્ટ છે અને આ સિવાય તેઓ બી પોઝીટીવ મેગેઝીનની એડીટર પણ છે.
રામ-ઉપાસનાને સેલિબ્રિટીઓ આપી રહ્યાં છે શુભેચ્છા
રામ ચરણ અને ઉપાસનાના ઘરમાં નાનુ મહેમાન આવવાના સમાચાર સાંભળી ઘણા સેલિબ્રિટીઓ તેમને શુભેચ્છા આપી રહ્યાં છે. ઉપાસનાની પોસ્ટ પર અભિનેત્રી શ્રીયા સરને કોમેન્ટ કરી લખ્યું, તમારા માટે ખૂબ ખુશ છુ. આ ઉપરાંત રામ ચરણે પણ આ પોસ્ટને શેર કરી છે. તેમની પોસ્ટ પર પણ ખૂબ રિએક્શન આવી રહ્યાં છે. રામની પોસ્ટ પર રકુલ પ્રીતે કોમેન્ટ કરી આ સમાચારને સાંભળ્યાં બાદ પોતાની ખુશી જાહેર કરી છે.