વોટ્સએપ ફરી એકવાર નવું ફીચર લઇને આવ્યું છે. તેના વિશે કંપનીનાં CEO માર્ક ઝુકરબર્ગએ માહિતી આપી છે.વોટ્સએપ નાં નવા ફીચરથી યૂઝર્સ પોતાના કસ્ટમાઇઝ્ડ ડિજિટલ અવતારને બનાવી શકે છે. વોટ્સએરનો આ ફીચર ફેસબુક અને ઇન્ટાગ્રામ એપ યૂઝર્સનાં માટે પહેલાથી જ ઉપલ્બ્ધ છે.
વોટ્સએપ યૂઝર પોતાના કસ્ટમાઇઝ્ડ ડિજિટલ અવતારને કસ્ટમાઇઝ એટલે કે પોતાની ઇચ્છા અનુસાર અવતાર યૂઝર્સ બનાવી શકશે. આ સિવાય તે આઉટફીટ, હેરસ્ટાઇલ અને ફેશિયલ ફીચર્સને પણ બદલાવી શકશે. રિપોર્ટ અનુસાર નવા વોટ્સએપ અવતારને પ્રોફાઇલ ફોટોની જેમ ઉપયોગમાં લઇ શકાય છે.
- Advertisement -
36 કસ્ટમ સ્ટિકર્સનો ઓપ્શન
વોટ્સએપ યૂઝર્સ પાસે અવતાર એક્શન અને ઇમોશનમાંથી 36 કસ્ટમ સ્ટિકર્સમાંથી એક સિલેક્ટ કરવાનો ઓપશ્ન મળશે. અવતાર બનાવ્યાં બાદ વોટ્સએપ યૂઝર્સ પોતાના મિત્રો અને ફેમીલી સાથે શેર પણ કરી શકશે.
Say more with Avatars 👤
More than a selfie and more than an emoji, it's a digital you.
- Advertisement -
Bring emotion, personality, and a little more YOU to every chat with Avatars. pic.twitter.com/89ch90kvAv
— WhatsApp (@WhatsApp) December 7, 2022
કંપનીએ આપી આ માહિતી
કંપનીએ કહ્યું કે આવનારાં સમયમાં તેમા ઘણાં નવા ફીચર્સ અને ફંક્શન્સ જેવા કે લાઇટિંગ, હેરસ્ટાઇલ ટેક્સચર, શેડિંગ અને બીજાં કસ્ટમાઇઝેશન ઓપ્શન પણ ઉમેરવામાં આવશે. આ યૂઝર્સનો ઓવરઓલ એક્સપિરિયેન્સ વધશે.
તમામ ડિવાઇઝ પર એકસાથે આ ફીચર નહીં થાય ઉપલબ્ધ
વોટ્સએપ અવતાર ફીચરને યૂઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું છે. જો કે કંપની તેને ફેજ્ડ મેનકમાં લાગૂ પાડશે તેનાં કારણે તે તમામ ડિવાઇઝ પર એકસાથે ઉપલબ્ધ નહીં થાય. તેમણે કહ્યું કે જ્યારે અમે ફીચરને ટેસ્ટ કર્યો તો અમારા માટે વોટ્સએપ iOS અને એન્ડ્રોઇડ માટે ઉપલ્બ્ધ કરાયું હતું.