તાલાલા તાલુકાના ગલીયાવડ ગીર ગામના સિદી આદીવાસી યુવાન મુરાદ કાળુભાઇ શિરમાનને કુવૈત ખાતે યોજાયેલ એશિયા યુથ એથ્લેટિકસ અંડર-18 કેટેગરીમાં 400 મીટર વિધ્નદોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશ-વિદેશમાં તાલાલા પંથકનું ગૌરવ વધારેલ છે. ગામનું ગૌરવ વધારનાર મુરાદ શિરમાનનું સમસ્ત ગલીયાવડ ગામ દ્રારા નાગરિક સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગલીયાવડ ગીર ગામના વિવિધ સમાજના અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહી ગામના ગૌરવનું સન્માન કરી મુરાદ શિરમાનને પ્રોત્સાહિત કર્યો હતો.
તાલાલા યુવાને યુથ એથ્લેટિકસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

Follow US
Find US on Social Medias