દીવ બસ સ્ટેન્ડને મોટુ અને સુવિધાજનક બનાવવા 3 વર્ષ પહેલા જ મ્યુનિસિપાલિટીએ દરેક દુકાનોનું ભાડુ લીધુ ન હતું અને દુકાન ખાલી કરવા નોટીસ ઈશ્યુ કરી હતી. બાદ 5 દુકાનધારકો કોર્ટના શરણે ગયેલ અને અન્ય બાકીની 10 દુકાનો અને 1 રેસ્ટોરન્ટ દીવ પ્રશાસને કબજો સોંપી દિધેલ. તે સમયે પ્રશાસને દુકાનો સીલ મારી હતી.
સોમવારે મ્યુનિસિપાલિટી ઇજનેરના નેતૃત્વમાં 10 દુકાન અને 1 રેસ્ટોરન્ટને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ. હવે માત્ર 5 દુકાન બાકી છે તેના માટે કોર્ટના જ્જમેન્ટની રાહ જોવાઇ રહી છે.


