ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમામાં રાત દિવસ મહેનત કરનાર પ્રકૃતિ મિત્રોનું પ્રકૃતિ મિત્રના પાયાના પથ્થર એવા રાજુ એન્જિનિયર્સના રાજુભાઈ દોશી દ્વારા ’રીટાનીવાડી’એ સન્માન કરવામાં આવ્યું. રાજુભાઈ દોશી દ્વારા તમામ પ્રકૃતિ મિત્રોનું ભાવભર્યું સ્વાગત કરીને સવારનો નાસ્તો, બપોરનું મહા ભોજન અને સાંજે નાસ્તો કરીને તેમની રીટાની વાડી કહેવાય છે તે અતિ સુંદર અદભુત વાડીમાં આખો દિવસ સૌને ફરવાનો લાભ મળ્યો. રાજુભાઈના સ્વભાવનું વર્ણન કરીએ તેટલું ઓછું છે રાજુભાઈની સાથે તેમના કુટુંબીજનો પલ્લભભાઈ ઉત્સવ ભાઈ અને ચાંદની બહેન પણ આ સન્માનમાં ખાસ રાજકોટથી આવીને જોડાયા હતા. પ્રકૃતિ મિત્રોનું સન્માન તેમના દ્વારા દર વર્ષે ખુશી ખુશી બધાને વાડીએ બોલાવીને કરવામાં આવે છે. પ્રકૃતિ મિત્ર ટીમ રાજુભાઈ દોશી અને તેમના કુટુંબીજનોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત કરનાર પ્રકૃતિ મિત્રોનું સન્માન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/11/parikrama-plastic-mukt.jpg)