પીએમ મોદી G20 શિખર સંમેલનમાં ભાગ લેવા ઈન્ડોનેશિયાના શહેર બાલીમાં પહોંચી ચૂક્યા છે. બાલી એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
પ્રધાનમંત્રીનું મોદીનું વિમાન ઈન્ડોનેશિયાના શહેર બાલીમાં ઉતરી ચૂક્યું છે. ઈન્ડોનેશિયાની ધરતી પર ઉતરતાં જ પીએમ મોદીનું ત્યાંની પરંપરા પ્રમાણે મહિલાઓએ ડાન્સ કરીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદી પણ હાથ જોડીને બધાનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યાં હતા.
- Advertisement -
એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોને મળ્યાં
પીએમ મોદીને આવકારવા માટે એરપોર્ટ પર બાલીમાં રહેતા ભારતીય સમુદાયના લોકો પણ આવ્યાં હતા. ભારતીયો મોદીને જોઈને ખૂબ જણાતા હતા. તેમણે મોકળા મને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
#WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome from Indians in Bali, Indonesia. pic.twitter.com/wKSlqoO8rT
- Advertisement -
— ANI (@ANI) November 14, 2022
મોદીના પહોંચતા પહેલા બાયડન- જિનપિંગ મળ્યાં
પીએમ મોદીના બાલી પહોંચતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ મળ્યાં હતા. બાયડને
જિનપિંગને કહ્યું હતું કે ચીનની તાઈવાન પર આક્રમક કાર્યવાહીથી શાંતિ ખતરામાં મૂકાઈ છે અને તેઓ આ વિવાદનો ઉકેલ લાવવા આતુર છે.
प्रधानमंत्री नरेंद्र मोदी 17वें G20 शिखर सम्मेलन में भाग लेने के लिए इंडोनेशिया के बाली पहुंचे।
(फोटो सौजन्य: डीडी न्यूज़) pic.twitter.com/b2g6dpaTx0
— ANI_HindiNews (@AHindinews) November 14, 2022
દુનિયાના 10 નેતાઓ સાથે મોદીની મુલાકાત
પીએમ મોદી જી-20 સમિટમાં દુનિયાના 10 નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં મુલાકાત કરશે. તેઓ ઇન્ડોનેશિયામાં લગભગ 45 કલાક વિતાવશે. આ દરમિયાન પીએમ મોદીના 20થી વધુ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા છે. વડાપ્રધાન સોમવારે (14 નવેમ્બર) ઇન્ડોનેશિયા જવા રવાના થશે અને 16 નવેમ્બરે ભારત પરત ફરશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણી ઇવેન્ટ્સમાં આ વર્ષના જી-20 વિષયો પર ત્રણ કાર્યકારી સત્રો અને અન્ય નેતાઓ સાથેના કેટલાક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. વડા પ્રધાન મોદી દ્વારા ઇન્ડોનેશિયામાં ડાયસ્પોરા સાથે જોડાવા માટે એક સામુદાયિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.
इंडोनेशिया: बाली में होटल पहुंचने पर भारतीय समुदाय के लोगों ने प्रधानमंत्री नरेंद्र मोदी का हर्षोल्लास से स्वागत किया। pic.twitter.com/0UlGxbxRcB
— ANI_HindiNews (@AHindinews) November 14, 2022
જી20 સમિટમાં આવા મુદ્દે થશે ચર્ચા
બાલી સમિટ દરમિયાન જી-20ના નેતાઓ સમિટની થીમ ‘રિકવર ટુગેધર, રીકવર સ્ટ્રોંગ’ હેઠળ વૈશ્વિક ચિંતાના મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે. જી-20 સમિટના એજન્ડાના ભાગરૂપે ત્રણ કાર્યસત્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો સમાવેશ થાય છે.
Prime Minister Narendra Modi receives a traditional welcome as he arrived in Bali, Indonesia for the G20 Summit. pic.twitter.com/Msfvmn5Skt
— ANI (@ANI) November 14, 2022
1 ડિસેમ્બર 2022થી ભારત G20 સમિટની અધ્યક્ષતા સંભાળશે
ભારત 1 ડિસેમ્બર, 2022થી જી -20 નું પ્રમુખપદ ઔપચારિક રીતે સંભાળશે.