રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ‘ખાસ-ખબર’કાર્યાલયની મુલાકાતે
ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે: રાજુ ભાર્ગવ
- Advertisement -
પોતાને પોલીસ કમિશનર નહીં પરંતુ ટીમ લીડર માનતા ઈંઙજ રાજુ ભાર્ગવે ખાસ ખબર કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજુ ભાર્ગવે ઓફીસમાં લગભગ 2 કલાક જેટલો સમય વીતાવી ખાસ ખબરની ડિજિટલ આવૃતિ વિશે જાણકારી મેળવી હતી. ખાસ ખબરના મેનેજિંગ ડિરેક્ટર પરેશ ડોડિયા અને તંત્રી ક્ધિનર આચાર્ય સાથે રાજકોટ શહેરની પોલીસ વ્યવસ્થા તથા ક્રાઈમ રેટ કઈ રીતે ઘટે તે અંગે કેટલીક વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ તો વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેમાં પોલીસ પ્રશાસનનો ખૂબ જ અગત્યનો રોલ હોય છે. ચૂંટણી જાહેર થાય ત્યારથી લઈને ચૂંટણીનું પરિણામ આવે ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક પોલીસ તંત્રએ દોડધામ કરતી હોય છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે. જૂના અને રીઢા ગુનેગારો પર તવાઈ બોલાવી રહ્યા છે. આ સિવાય સીઆરપીએફની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ કડકમાં કડક પગલા લઈશું.
સાયબર ક્રાઈમના રેટમાં ઘટાડો નોંધાયો: રાજુ ભાર્ગવ
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી સાયબર ક્રાઈમના રેટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સાયબર ક્રાઈમની ટીમ સતત કામ કરી રહી છે. સાયબર ક્રાઈમ અટકે અને લોકોમાં અવેરનેસ આવે તેવા હેતુથી અનેક અવેરનેસ કેમ્પ પણ યોજ્યા છે. જેમાં એટીએમ મશીન દ્વારા થતી ઠગાઈ અને ખાસ તો હાલ વ્હોટસએપ કોલ કરી બ્લેક મેઈલના કિસ્સા વધતા જાય છે તેને અટકાવવા માટે પણ લોકોમાં જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો પણ કરી રહ્યા છે.
- Advertisement -
શિક્ષણના અભાવથી જ ગુના અને ઘરેલું હિંસાના કેસ વધી રહ્યા છે
રાજકોટ શહેરમાં એવા 5થી 7 એરીયા એવા પણ છે કે, જ્યાં હુલ્લડ થવાની શક્યતા જણાઈ રહી છે તેવા એરીયામાં પોલીસની વોચ વધારી દેવામાં આવી છે. રાજકોટ શહેરની સુરક્ષામાં કોઈ કસર છોડવામાં નહીં આવે લો એન્ડ ઓર્ડર મુજબ કડકમાં કડક પગલાં લઈશું. રાજુ ભાર્ગવે હાલની શિક્ષણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધશે તે ઘરેલું હિંસાના કેસમાં ઘટાડો થશે. હાલ મહિલા પોલીસ સ્ટેશનની વાત કરીએ તો લગભગ રોજબરોજના 15 જેટલા કેસ આવી રહ્યા છે જેનું એક માત્ર કારણ શિક્ષણ છે તેથી શિક્ષણ વ્યવસ્થા મજબૂત થાય તે જરૂરી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ખાસ ખબરને વધુમાં જણાવ્યું હતું કે, લોકોની ફરિયાદમાં ટ્રાફિકની સમસ્યા મોખરે હોય છે. ત્યારે તેમાં પણ ઘણા સુધારા કર્યા છે. આજી ૠઈંઉઈ સહિતના અનેક વિસ્તારો કે, જ્યાં સીસીટીવી અને આધુનિક ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા જેથી ત્યાં વકરતી ટ્રાફિક સમસ્યામાંથી વાહનચાલકોને છૂટકારો મળે. આ સિવાય શહેરના મુખ્ય માર્ગો અને સર્કલ પર ઓટોમેટેડ સિગ્નલો મુકવામાં આવ્યા. જેથી ટ્રાફિકના ઘસારા પ્રમાણે ગ્રીન અને રેડ સિગ્નલ ચાલુ અને બંધ થાય. કેટલાક વિસ્તારોમાં નવા કેમેરા પણ મુકવામાં આવ્યા. અને સૌથી મહત્વની એ વાત કે,નાગરિકો જો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો અડધી સમસ્યા દૂર થઈ જાય.
ખાસ-ખબર કાર્યાલયની મુલાકાત વેળાએ ડિજિટલ મીડિયા અને વેબ સાઈટ વિશે માહિતી મેળવતા કમિશનર રાજુ ભાર્ગવ
રાજુ ભાર્ગવનું અંગત જીવન
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વર્ષ 1995 બેંચના ઈંઙજ અધિકારી છે. તેઓ મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના રહેવાસી છે. તેમનું પ્રાથમિક શિક્ષણ અજમેરમાં જ થયું ત્યારબાદ ગ્રેજ્યુએશન કરી જયપુર એમબીએ કર્યું. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રોફેસર તરીકે નોકરી કરી. ત્યારબાદ પિતાની ઈચ્છાને લઈને સિવિલ સર્વિસીઝમાં જોડાયા. હાલ રાજુ ભાર્ગવનો પરિવાર અમદાવાદમાં રહે છે. અગાઉ રાજુ ભાર્ગવ સીઆરપીએફમાં પોસ્ટિંગ પર રહી ચુક્યા છે. તેઓને એર ઈન્ડિયાની પણ નોકરી મળી હતી પરંતુ તેમણે ન સ્વીકારી.
શહેરમાં ગુનાનું પ્રમાણ લેશમાત્ર ન રહે તે અમારૂં લક્ષ્ય: PI વાય.બી.જાડેજા
પોલીસ કમિશનરની સાથે ક્રાઈમ બ્રાન્ચના PI વાય.બી.જાડેજા પણ ખાસ ખબરની મુલાકાતે આવ્યા હતા. તેમણે પણ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજકોટ શહેરમાં લેશમાત્ર ગુનાખોરી રહે તે અમારી ટીમનું લક્ષ્ય છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરની પોલીસની ટીમ સતત કામ કરી રહી છે.
ઓટોમોબાઈલ કંપનીએ એવી ફ્રેમ બનાવવી જોઈએ જેથી કોઈ કારમાં બ્લેક ફિલ્મ ન લગાવે
કારમાં લાગેલી બ્લેક ફિલ્મના લીધે કેટલીક અસામાજિક પ્રવૃતિઓ વધી રહી છે. જેના લીધે આવારા તત્વો માટે કાર સલામત સાધન બની જાય છે. બ્લેક ફીલ્મ લાગેલી હોવાથી આ કારમાં કયા પ્રકારની પ્રવૃતિઓ ચાલી રહી છે તેનો કોઇને અંદાજ પણ ન આવે. જેથી ઓટોમોબાઈલ કંપનીએ એવી ફ્રેમ બનાવવી જોઈએ. જેનાથી વાહન ચાલકોને તડકો ન લાગે અને બ્લેક ફિલ્મ લગાવવાની જરૂર જ ન પડે.
ખાસ-ખબર કાર્યાલયની મુલાકાત વેળાએ કમિશનર રાજુ ભાર્ગવે ન્યૂઝપેપરની કામગીરીથી લઈ વેબસાઈટ પર ન્યૂઝ અપલોડીંગ સહિતની કામગીરીની જાણકારી મેળવી હતી. તેમની આ મુલાકાત વેળાએ તેમણે ખાસ-ખબરનાં ડીરેક્ટર અમિત માખેચા અને ટીમ સાથે મુક્તમને વાતચિત પણ કરી હતી.