ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એસઓજી ટીમે સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂમાં ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબીમાંથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી અર્થે બી ડિવિઝન પોલીસને સોંપીને સુરેન્દ્રનગર પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.
આગામી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે મોરબી પોલીસે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલું હોય જે અનુસંધાને મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી એસઓજીના સબ ઈન્સ્પેકટર એમ. એસ. અંસારીને બાતમી મળી હતી કે, મોરબીની વીસી ફાટક પાસે આવેલ મામલતદાર કચેરીના ગેટ પાસે લાલ કલરનો આખી બાયનો શર્ટ અને કાળા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે તે વ્યક્તિનું નામ સુનિલ ઉર્ફે જયરાજ દિલીપભાઇ કોળી રહે. ભડીયાદ રામાપીરના ઢોરા વાળો છે જે સુરેન્દ્રનગરનાં જોરાવરનગર પોલીસ સ્ટેશનના વર્ષ 2019 ના અંગ્રેજી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી છે જેથી બાતમીને આધારે એસઓજી ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ વોચ ગોઠવીને તપાસ કરતા આ આરોપી ત્યાંથી મળી આવતા એસઓજી ટીમે આરોપી વિરૂધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કર્યા અંગેની નોધ કરી સુરેન્દ્રનગર પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.