ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની સુચના થી દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર ના કૃષિ વિષયક કાળા કાયદા ના વિરોધમાં દિલ્હી ખાતે આંદોલન કરતા મૃત્યુ પામેલ (શહીદો) ને શ્રધ્ધાંજલી આપવા નો કાર્યક્રમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં પ્રદેશ અગ્રણી શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જીલ્લા કોગ્રેસ ના કા.પ્રમુખ શ્રી લખમણભાઇ કંઝારિયા, મોરબી-માળિયા ધારાસભાના ઉમેદવાર જયંતીભાઇ જે. પટેલ , ગુજરાત પ્રદેશ અગ્રણી કે.ડી. બાવરવા ,જયેશ કાલરીયા, પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ગામી, મોરબી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ નાથાભાઈ ડાભી, મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે.ડી . પડસુબીયા ,મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી , કે.પી. ભાગીયા સાહેબ, રાજુભાઈ જીલરીયા, દીપકભાઈ પરમાર, બળવંતભાઈ વોરા,ભાવેશ ફેફર, ચિરાગ રારછ, કરન વુંલ, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અસ્મિતા બેન કોરીંગા , જિલ્લા પંચાયતના પુર્વ ચેરમેન રેખાબહેન એરવાડીયા , બાબુભાઈ વરાણીયા સહિત કોગ્રેસ ના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
(અહેવાલ:- શ્રીકાંત પટેલ મોરબી)


