પાંચ જગ્યાએ ફાયર ચોકી શરૂ કરાઇ: 8 ફાયર સ્ટેશનનનાં નંબર જાહેર કરાયા
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળી તહેવાર દરમિયાન શહેરમાં ફટાકડા ફોડવાથી આગના બનાવ વધુ બનતાં હોય તેમજ તહેવાર દરમિયાન નાના-મોટા આગ અકસ્માતના બનાવો બને તો તેને તાત્કાલિક કાબુમાં લેવા માટે ચીફ ફાયર ઓફીસર આઈ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ તા. 22-10-22 થી તા. 25-10-22 સુધી સવારે 8-00 વાગ્યા સુધી ફાયર એન્ડ ઈમરજન્સી શાખાના ઓલ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવા તથા શહેરમાં વિવિધ જગ્યાએ જેમ કે (1) પરાબજાર, (2) ફૂલછાબ ચોક, (3) સંત કબીર રોડ, (4) નાના મવા સર્કલ, (5) યુનિવર્સિટી રોડ આ પાંચ જગ્યાએ ફાયર ચોકી (સ્ટેશન) શરૂ કરવામાં આવશે તેમજ આ સિવાય શહેરના આઠ ફાયર સ્ટેશન 24 કલાક કાર્યરત રહેશે.
- Advertisement -
આટલું કરો
– ઘરમાં ખૂબ જ સલામત સ્થળે ફટાકડા રાખવા, પૂજા સ્થળની અગરબત્તી કે દીવાથી સળગી ઉઠે તેવી વસ્તુઓથી ફટાકડા સલામત સ્થળે રાખો.
– ફટાકડા ફૂટતા હોય ત્યારે ઘરની બારીઓ અચૂક બંધ રાખો.
– શેરીઓમાં અને રસ્તાઓ ઉપર અગ્નિશામક વાહનો સરળતાથી પસાર થાય તે રીતે આપના વાહનો પાર્ક કરો.
– દિવાળીના તહેવાર દરમિયાન અઘટિત બનાવ વખતે ફાયર ખાતાનો ફોન નંબર 101 અથવા 0281-2227222, 2250103થી 109 ઉપર સંપર્ક કરવો.
– ફટાકડા ફોડતી વખતે પાણી ભરેલી તથા રેતી ભરેલી ડોલ રાખવી અને તારા મંડળ જેવા ફટાકડાનો ઉપયોગ કર્યા પછી તેનો તાર અચુક ડોલમાં નાખો.
– ફટાકડા વડીલોની હાજરીમાં જ ફોડો.
– ફટાકડા ફોડતી વખતે સુતરાઉ, ડેનીમ જેવા કપડાના પહેરવેશ પહેરવો.
– ફટાકડા હંમેશા ખુલ્લી જગ્યાઓએ- ખુલ્લા ગ્રાઉન્ડમાં ફોડવા.
આટલું ન કરો
– ઘરની અંદર, વરંડા કે લોબીમાં ફટાકડા રાખશો કે ફોડશો નહીં.
– વડીલોની ગેરહાજરીમાં બાળકને ક્યારેય એકલા ફટાકડા ફોડવા દેશો નહીં.
– ફટાકડાને તમારા ખિસ્સામાં રાખશો નહિં કે ફોડતી વખતે તેનો ઘા કરશો નહીં.
– અવાજની વિશિષ્ટ અસર માટે ફટાકડાને ટીનના ડબ્બામાં, કાચના શીશામાં, માટલામાં કે અન્ય બીજા અખતરાથી ફોડશો નહીં.
– ફૂટયા વગરના ફટાકડાને ચકાસવું નહિ, તેને છોડી દો.
– વાહનમાં ફટાકડા ફોડશો નહિં.
– લાંબા કપડા જલ્દીથી આગ પકડતા હોય, તેને આવા સમયે પહેરવાનું ટાળો.
– ફટાકડા ફોડતી વખતે સીન્થેટીકના કપડા પહેરશો નહીં.
– સ્ત્રીઓએ ખુલ્લા બાલ રાખી ફટાકડા ફોડવા નહીં.
– ફટાકડા કદી પણ હાથમાં રાખીને તેમજ જથ્થામાં રાખીને ફોડશો નહીં.
– નિમ્ન ગુણવત્તાવાળા તેમજ ચાઈનીઝ ફટાકડાનો ઉપયોગ કરશો નહીં.
આઠ ફાયર સ્ટેશનના કોન્ટેક્ટ નંબર
(1) કનક રોડ ફાયર સ્ટેશન 101/102/2227222/ 2250103/ 2250104/ 2250105/ 2250106/ 2250107/ 2250108/ 2250109 (2) બેડીપરા ફાયર સ્ટેશન (0281) 2387001, (3) કાલાવડ રોડ ફાયર સ્ટેશન (0281) 2562260, (4) મવડી ફાયર સ્ટેશન (0281) 2374774, (5) રામાપીર ફાયર સ્ટેશન (0281) 2574773, (6) કોઠારીયા રોડ ફાયર સ્ટેશન (0281) 2365444,
(7) રેલનગર ફાયર સ્ટેશન (0281) 2451101
(8) ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર 9484536717