સુરતના DCP – કાર્યદક્ષ અધિકારી હર્ષદ મહેતાનો જોરદાર સપાટો
લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરવો એ કાયદા વિરૂદ્ધની પ્રવૃત્તિ
- Advertisement -
બેન્ક, સહકારી બેન્કો, મંડળી તથા ધીરધાર સંસ્થાઓ પાસેથી જ વ્યાજે રકમ લેવા અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
સુરત શહેરમાં ગુજરાત સરકારના શાહુકાર ધારાના કાયદા હેઠળ લાયસન્સ લીધા વગર ગેરકાયદે ઉંચા દરે નાણા ધીરવા અંગે તા.17/10/2022ના રોજ સુરત શહેરના તમામ ઝોન વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન, ઉત્રાણ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર, અડાજણ અને પાલ પોલીસ સ્ટેશનમાં એક દિવસની ઝુંબેશ રાખવામાં આવી હતી.
- Advertisement -
ગેરકાયદે વ્યાજખોરોના ત્રાસને અંકુશમાં રાખવા માટે પોલીસ કમિશનર, અજયકુમાર તોમર અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ સહિતની સૂચના અનુસાર ગેરકાયદે વ્યાજવટાવની પ્રવૃત્તિઓ પર અંકુશ લેવા તા.17/10/2022 ના રોજ એક દિવસીય ડ્રાઇવનું આયોજન કર્યું હતું. ગેરકાયદે વ્યાજની પ્રવૃત્તિઓથી કેટલીક વાર સમાજમાં નિર્દોષ લોકો આત્મહત્યા કરવા સુધી પ્રેરાતા હોવાના બનાવો બનતા હોય છે. આવા સમયે કેટલીકવાર આખુ કુટુંબ આ પરિસ્થિતિનો ભોગ બનતો હોય છે. સુરત શહેરના ડીસીપી ઝોન-5 હર્ષદ મહેતા દ્વારા ગેરકાયદે પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઇસમોની ખાનગી યાદી તૈયાર કરવામાં આવી. આ ઇસમો ઉપર છેલ્લા ઘણા દિવસથી વોચ રાખવામાં આવી હતી. આ ઇસમો ક્યાં સમયે ? ક્યાં સ્થળે ? આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેની ગુપ્ત માહિતી તૈયાર કરવામાં આવી. ત્યારબાદ તમામ પર રેડ પાડી આ એક દિવસમાં કુલ 28 કેસો કરવામાં આવ્યા, 28 ગેરકાયદે વ્યાજખોરો સામે શાહુકાર ધારા કાયદા હેઠળ કલમ- 40, 42(એ), 42(ડી) વિેગેરે મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે. ડ્રાઇવ દરમિયાન થયેલ કુલ-28 કેસોમાં ડાયરી નંગ-32, તથા તારીખ વગરના કોરા ચેક નંગ-34, મોબાઇલ નંગ-07, નાની-મોટી બુક નંગ-18 તેમજ રોકડા 8 હજાર વગેરે જેવી ચીજ, વસ્તુઓ, દસ્તાવેજો, કબજે કરવામાં આવ્યા છે. તથા ઉપરાંત નાણા ધીરધાર લાયસન્સ ધારક વિરૂધ્ધ સર્ચીંગ દરમિયાન મળેલા 750 એમ.એસની કુલ બાટલી નંગ-10 કિંમત 5 હજારની મત્તાનો મુદામાલ મળી આવતા તેના વિરૂધ્ધ કબજે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જાહેર જનતાને અપીલ છે કે, પોતાનો રોજગાર, ધંધો કે બિમારીઓ માટે આર્થિક જરૂરીયાતો પુરી કરવા બેન્ક, સહકારી બેન્કો, મંડળી તથા અન્ય કાયદેસર ધીરધાર સંસ્થાઓ પાસેથી જ નિયમાનુસાર વ્યાજે રકમ લેવા અપીલ છે.