હળવદ નગરપાલિકા દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે જેમાં હળવદ શહેરમાં સરા ચોકડીએ આવેલા વિવિધ સ્ટોલોના શેડ ઉતારવા તથા ખાણીપીણીના તમામ-લારી ગલ્લાઓ હટાવવા નગરપાલિકા પ્રમુખ દ્વારા 3 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જોકે બપોર બાદ નગરપાલિકા હરકતમાં આવી હતી અને નગરપાલિકાની ટીમ પોલીસ સાથે ત્રણ ટ્રેક્ટર અને એક જેસીબી લઈને પહોંચી હતી.

- Advertisement -
રવિવારે મોડી રાત્રે ફટાકડાનાં સ્ટોલ રાખવા બાબતે ફાયરિંગ થયા બાદ નગરપાલિકા દ્વારા દબાણકારોને દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી.



