ચંદીગઢના સુખના લેકમાં આજે ભારતીય વાયુસેનાની 90મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી છે. જ્યાં એર શોમાં લગભગ 84 સેનાના વિમાન અને હેલિકોપ્ટર ફ્લાઇપાસ્ટમાં સામેલ થશે અને ભારતની વીરતાને દુનિયાની સમક્ષ દેખાડશે. વાયુ સેનાના આ એર શો કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહનો સમાવેશ થશે. આ સિવાય પંજાબ અને હરિયાણાના રાજ્યપાલ અને પ્રશાસક બંન્ને રોજા્યોના મુખ્યમંત્રી પણ હાજર રહેશે. આ પહેલી વાર બનશે કે વાયુસેના દિવસ પરેડ અને ફઅલાઇ પોસ્ટનું આયોજન દિલ્હી-NCRની બહાર કરવામાં આવી રહ્યું છે.
સેનાના 84 વિમાન દુનિયાને પોતાની તાકાત દેખાડશે
નક્કી કરેલા કાર્યક્રમ મુજબ, આજે બપોરે 2:30ના સુખના લેક પર એર શો શરૂ થનાર છે, વાયુસેના દિવસના અવસર પર 75 વિમાન ફ્લાઇ પોસ્ટમાં સમાવેશ થશે. એર શો દરમ્યાન 9 વિમાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા. સુખના લેકની ઉપર કુલ મળીને 84 ફાઇટર જેટ અને હેલીકોપ્ટર, મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આકાશમાં ઉડશે. પ્રચંડ- રાફેલ સહિતના 80 સેનાના વિમાન ભારતનું શૌર્ય દુનિયાને દેખાડશે.
- Advertisement -
વાયુસેના માટે નવા યુનિફોર્મની ડિઝાઇનનું અનાવરણ કરશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ફ્લાઇ પોસ્ટના અવસર પર મુખ્ય અતિથિ વિશેષ બનશે. એર શોના પહેલા શનિવારના સવારે વાયુસેનાના અડ્ડા પર ઔપચારીક પરેડ થશે. પરેડનું નિરીક્ષણ એર ચીફ માર્શલ વી આર ચૌધરી કરશે. એર ચીફ માર્શલે કહ્યું કે, વાયુસેનાના પ્રમુખ આ અવસર પર વાયુસેનાના કર્મિચારી માટે નવા યુનિફોર્મની ડિઝાઇનનું અનાવરણ કરશે.
પ્રચંડ- રાફેલ સહિતના વિમાન લોકોમાં જોશ ભરશે
અધિકારીના જણાવ્યા અનુસાર, ઉન્નત હલકા હેલીકોપ્ટર એમકે-4 પરેડ કાર્યક્રમમાં રૂદ્ર સંરચનામાં ફઅલાઇ પોસ્ટ કરશે. વાયુ યોદ્ધા ડ્રિલ ટીમ પણ પોતાનું પ્રદર્શન કરશે. હાલમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવેલ સ્વદેશી ટેકનિકથી બનેલા હલકા લડાકૂ હેલીકોપ્ટર પ્રચંડ દ્વારા પણ ફ્લાઇ પોસ્ટ દરમ્યાન પોતાના હવાઇ કૌશલનું પ્રદર્શન કરશે. આ સિવાય હલ્કા લડાકૂ વિમાન તેજસ, સુખોઇ, મિગ-29, જગુઆ, આઇએલ-76, સી-130જે અને હોકનો પણ ફ્લાઇ પોસ્ટમાં ભાગ લેશે. હેલિકોપ્ટરમાં ઉન્નત હલ્કા હેલીકોપ્ટર ધ્રુવ, ચિનૂક, અપાચે અને એમઆઇ-17 પણ હવાઇ પ્રદર્શનમાં સામેલ થશે. ફ્લાઇ પોસ્ટની શરૂઆત પૈરાટૂપરની આકાશ ગંગા ટીમના એએન-32 વિમાનથી નીચે કૂદવાની લગાનની સાથે હશે.
- Advertisement -
રાષ્ટ્રપતિ બે દિવસીય ચંદીગઢના પ્રવાસે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસીય ચંદીગઢના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ 9 ઓક્ટેમ્બરના ચંદીગઢ સચિવાલયના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્ર્પતિ ભવનના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ દિલ્હીથી પાછા ફર્યા પહેલા ચંદીગઢમાં પંજાબ એન્જીનીયરિંગ કોલેજના શતાબ્દી વર્ષના સમારોહના 52માં સમાપન સમારોહમાં ભાગ લેશે.