આસો સુદ એકમથી શરદ નવરાત્રીની રાજ્યભરમાં હર્ષોલ્લાલ્સ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર ખેલૈયાઓએ ગરબે ઘુમી ઉજવણી કરી હતી તો ગુજરાતમાં વસતા અન્ય રાજ્યના લોકો દ્વારા પણ નવરાત્રીની તેમના રીતિરિવાજ અને પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબીમાં બંગાળી પરિવાર દ્વારા દુર્ગાપૂજાનું અદ્ભૂત આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના લખધીરવાસમાં વસતા બંગાળી પરિવાર દ્વારા નવરાત્રી દરમિયાન દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં વસતા આ પરિવારો દ્વારા 2015 થી દૂર્ગાપૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અહીં પંડાલમાં છઠ્ઠા નોરતાથી દુર્ગા માતાજી, લક્ષ્મી માતાજી, સરસ્વતી માતાજી, વિઘ્નહર્તા ગણેશ અને કાર્તિકેયની સ્થાપના કરવામાં આવી હતી અને પાંચ દિવસ સુધી અલગ અલગ પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવી હતી તો રાત્રીના સમયે મહા આરતી કરી લોકોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ગઈકાલે દશમના દિવસે બંગાળી પરિવાર દ્વારા સિંદૂર ખેલાની એક વિધિ કરી માતાજીની પ્રતિમાની પૂજા કરી હતી બાદમાં ત્યાંથી મૂર્તિને વિદાય અપાઈ હતી અને મોરબીના આરટીઓ બાયપાસ પાસે આવેલ મચ્છુ નદીમાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં બંગાળી પરિવારો દ્વારા દુર્ગાપૂજાના અદભુત કાર્યક્રમ બાદ પ્રતિમાનું વિસર્જન

Follow US
Find US on Social Medias


