ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં રોગચાળાએ માજા મૂકી છે અને ઘરે-ઘરે બીમારીઓ જોવા મળે છે ત્યારે રાજકોટ મનપાની આરોગ્ય શાખાએ ભરનિંદ્રામાંથી સફાળી જાગી લોકહિતમાં કામગીરીની શરૂઆત કરેલ છે. અગાઉ પણ આરોગ્ય તંત્ર ભરનિંદ્રામાંથી જાગીને વરસાદની ઋતુ પૂર્ણ થયા બાદ શહેરની હોટલો, બાંધકામ સાઈડ અને બંધિયાર જગ્યામાં ભરાતા પાણીનો નિકાલ કરવા અને સ્વચ્છ રાખવા માટે આસામીઓને નોટીસ પાઠવી દંડ વસૂલ્યો હતો જેથી ડેંગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ નહીં.
આજરોજ શહેરના સરદારનગર અને કોઠારીયા રોડ પર આવેલ હોટલો, બાંધકામ સાઈડ અને બંધિયાર જગ્યામાં ભરાતા ચોખ્ખા પાણીથી રોગચાળો ફેલાતો હોવાથી રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેકક્ષ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર-ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસ વિસ્તારોમાં 94 સ્થળોએ તપાસ હાથ ધરી હતી જેમાં 21 આસામીઓને નોટીસ ફટકારી હતી.
- Advertisement -
જ્યારે 12 આસામીઓ પાસેથી રૂા. 19800નો દંડ વસૂલ્યો છે.