ચાલું બાઇક પર ઉભા રહી બન્ને હાથે તલવાર ફેરવી
રાજવી પરિવારના મહારાણી કાદમ્બરીદેવી ગરબાની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા
- Advertisement -
ક્ષત્રિય સમાજની અગ્રણી સંસ્થા ભગિની ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય રાસોત્સવ, બહેનોએ અલગ અલગ રાસ-ગરબાની પ્રેક્ટિસ કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રાજા માંધાતાસિંહ જાડેજાના રાજવી પેલેસમાં 2 દિવસના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્ષત્રિય સમાજની બહેનો અલગ અલગ રાસ-ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે. ત્યારે નારી શક્તિના દર્શન સમાન બહેનોએ બાઇક પર ઉભા રહી બન્ને હાથમાં તલવાર ફેરવવાની પ્રક્ટિસ કરી છે. બે દિવસ દરમિયાન આ બહેનો અવનવા રાસ-ગરબા રમી નારી શક્તિના દર્શન કરાવશે. ક્ષત્રિય સમાજની અગ્રણી સંસ્થા ભગિની ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રિય સમાજની માતાઓ અને દીકરીઓ માટે રાજવી પેલેસમાં 2 દિવસના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજવી પેલેસમાં છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રાસ-ગરબાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ રાજવી પરિવારના મહારાણી કાદમ્બરીદેવી પણ ગરબાની પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
મહિલાઓમાં જુસ્સો વધે અને સ્ત્રી સશક્તિકરણના દર્શન થાય તે માટે આ વખતે બહેનોએ બાઇક પર ઉભા રહી બન્ને હાથમાં તલવાર ફેરવવાની પ્રેક્ટિસ કરી છે. બે દિવસ દરમિયાન રાજવી પેલેસમાં બહેનોની આ શક્તિના દર્શન પણ જોવા મળશે. રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદમ્બરીદેવીએ જણાવ્યું હતું કે, ભગીની સેવા ફાઉન્ડેશનમાં એક મહિના પહેલાથી ગરબાની પ્રેક્ટિસ ચાલુ થઈ છે. દીકરીઓ અને બહેનોમાં ખૂબ જ ઉત્સાહ છે. આ ઉત્સવને માણવા અને ઉજવવા માટે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. દર વખતની જેમ સાથે સાથે કઈક નવું કરવાની પણ દીકરીઓમાં ઉત્સાહ છે. આ વખતે દીકરીઓએ બાઇક પર ઉભા રહી તલવાર ફેરવવાની પ્રેક્ટિસ કરી છે. આ ઘણું મુશ્કેલ છે કારણ કે, બાઇક પર ઉભા રહીને બે હાથે તલવાર ફેરવવી. પરંતુ દીકરીઓએ બહુ સરસ પ્રયાસ કર્યો છે.
નારી શક્તિનું અદ્ભૂત પ્રદર્શનનો વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો