ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફી મામલે સીબીઆઈ મોટી કાર્યવાહી કરતા જોવા મળી રહી છે. સીબીઆઈ 20 રાજ્યોમાં 56 જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. સીબીઆઈએ આ કાર્યવાહીને ‘ઓપરેશન મેઘદૂત’ નામ આપ્યું છે.
ઘણી ગેંગની ઓળખ કરવામાં આવી
સીબીઆઈના જણાવ્યા અનુસાર, આવી ઘણી ગેંગની ઓળખ કરવામાં આવી છે જે માત્ર ચાઇલ્ડ સેક્સ્યુઅલ પ્રોનોગ્રાફી સાથે સંબંધિત સામગ્રીનો જ ઉપયોગ કરતી નથી, પરંતુ બાળકોને શારીરિક રીતે બ્લેકમેલ પણ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગેંગ બન્ને રીતે કામ કરે છે જેમાં જૂથ બનાવીને કે વ્યક્તિગત રીતે પણ કામ કરે છે.
- Advertisement -
CBI searches are underway at 56 locations in 20 states and UTs in online child sexual exploitation material (CSEM) case. The searches are based on the inputs shared by Interpol unit of New Zealand through Singapore: CBI Sources
— ANI (@ANI) September 24, 2022
- Advertisement -
સીબીઆઈને અહીંથી કડી મળી હતી
સીબીઆઇને આ કેસના ઇનપુટ ઇન્ટરપોલના માધ્યમથી સિંગાપુરથી મળ્યા હતા, જે બાદ હવે સીબીઆઇ એક્શનમાં આવી ગઇ છે. સીબીઆઈના આ દરોડા દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પટના સહિત 20 રાજ્યોમાં ચાલી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, ગત વર્ષે પણ આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેનું નામ હતું ‘ઓપરેશન કાર્બન’.
સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત
દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો આ પહેલો મામલો નથી. ચાઈલ્ડ પોર્નોગ્રાફી દેશમાં ચિંતાનો વિષય બની છે. સુપ્રીમ કોર્ટે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો સતત સોશિયલ મીડિયા પર અપલોડ થવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે.