કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ડ્રાઈવીંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન, વાહનોના માલિકી હક્કના ટ્રાન્સફર સહિતની 58 સેવાઓને ઓનલાઇન કરી દીધી છે અને આ કામો માટે આરટીઓના રુબરુ ધક્કા ખાવાની જરુર નહીં રહે. ઘર બેઠા જ આ સેવાઓનો લાભ લઇ શકાશે. આધાર નંબરના આધારે આ સેવાઓનો ફાયદો લઇ શકાશે. આધાર નંબર મારફત પ્રમાણીત પ્રક્રિયા સ્વેચ્છિક રહેશે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આ મામલે નોટીફીકેશન જારી કરવામાં આવ્યું છે. આ સુવિધાથી લોકોનો સમય બચશે અને આરટીઓ કચેરીમાં લોકોની ભીડ ઓછી થશે. જે વ્યક્તિ પાસે આધારકાર્ડ ન હોય તો અન્ય કોઇપણ માન્ય ઓળખપત્ર મારફત આરટીઓ કચેરીમાં રુબરુ જઇને સંબંધિત કામ કરાવી શકશે. કેન્દ્ર સરકારે ઓનલાઇન કરેલી અરજીઓને લગતી 58 સેવાઓમાં લર્નિંગ લાયસન્સ, ડુપ્લીકેટ લર્નિંગ લાયસન્સની અરજી, લર્નિંગ લાયસન્સમાં નામ-સરનામા-ફોટોમાં બદલાવ, ડુપ્લીકેટ લાયસન્સ માટે અરજી, નામ-સરનામા બાયોમેટ્રીકમાં બદલાવ, નવા ડ્રાઈવીંગ લાયસન્સ વાહનના ટેમ્પરરી રજીસ્ટ્રેશન, વાહન ફોર્મેટને લગતી સેવા, આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ પરમિટ, ડુપ્લીકેટ ફીટનેસ સર્ટિફીકેટ, ખતરનાક સામગ્રી વહન કરવા માટેની મંજૂરી, રજીસ્ટ્રેશન માટે અરજી, રજીસ્ટ્રેશનમાં સરનામુ બદલવા, એનઓસીની અરજી વગેરેનો સમાવેશ થાય છે.
RTOની 58 સેવા ઑનલાઇન: કેન્દ્ર સરકારે નોટિફિકેશન જારી કર્યું
You Might Also Like
Follow US
Find US on Social Medias