બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર કહે છે કે ખાલી બેઠેલા લોકો બોયકોટ ટ્રેન્ડ ચલાવે છે, તેનાંથી કોઈ ફરક પડતો નથી.
બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે શુક્રવારે છત્તીસગઢનાં રાયપુરમાં કહ્યું હતું કે ખાલી બેઠેલા લોકોએ ઈન્ટરનેટ મીડિયામાં બોયકોટ ટ્રેન્ડ ચલાવ્યો છે. તેનાથી કોઈ ફરક પડતો નથી. હાલમાં જ રીલીઝ થયલી ઇફ્લ્મ બ્રહ્માસ્ત્રનો પણ લ્કોએ બોયકોટ કર્યો હતો પણ ફિલ્મ સારી હતી તો તેની કોઈ અસર ન થઇ. મને નથી લાગતું આવી વસ્તુઓથી કોઈ ફરક પડે છે. ફિલ્મોનાં બીઝનેસ પ્રભાવિત થવાની જ્યાં સુધી વાત છે, તો એ મારા ક્ષેત્રનો વિષય નથી.
- Advertisement -
ભૂપેશ સરકારના કામકાજના કર્યા વખાણ
આ અવસર પર સ્વરા ભાસ્કરે પોતાના નિવેદનમાં ભૂપેશ સરકારનાં કામકાજનાં વખાણ કર્યા. તેના અનુસાર, છત્તીસગઢમાં સરકાર જે પ્રકારે કામ કરી રહી છે, એવું જ કામ સરકારે કરવું જોઈએ. રાયપુરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં ક્ષેત્રમાં જેવું કામ થયું છે, તે જોઇને લાગે છે કે આ ચંડીગઢ, ઇન્દોર, ભોપાલ જેવા શહેરો કરતા પણ ઓછું નથી. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનાં નવાચારથી ગૌમૂત્ર અને છાણ ખરીદીને તેમાંથી કીટકનાશક બનાવવામાં આવે છે. હું શાસકીય આત્માનંદ વિદ્યાલય ગઈ હતી. એ જોવું આશ્ચર્યજનક રહ્યું કે સરકારી સ્કૂલમાં વિશ્વસ્તરીય શિક્ષા બાળકોને મળી રહી છે.
સ્વરા પોતે પણ બનાવવા લાગી ઘડા
રાયપુરમાં સ્વરા ભાસ્કરે પંડરી સ્થિત છગ હાટમાં સ્થાનિક શિલ્પકારોનાં માટી શિલ્પ, ઘડવા શિલ્પ, હેન્ડલૂમ તથા ખાદીના વસ્ત્રો વગેરે જોયા. પરંપરાગત માટી શિલ્પકારો સાથે મહિલા સમૂહ દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદ પણ જોયા. સ્વરા આ દરમિયાન ખુદ પણ ઘડો બનાવવા લાગી. આ દરમિયાન ઘડાનાં બનતા – બગડતા ચહેરા સાથે સ્વરાનાં હાવભાવ પણ બદલવા લાગ્યા. ત્યાર બાદ સ્વરાએ અહીંથી ત્રણ સાડીઓ પણ ખરીદી.