ભારતના વન તેમજ પર્યાવરણ વિભાગની એક ટીમ નામીબિયાથી આઠ આફ્રિકી ચિતા લઈને 16 સપ્ટેમ્બરે ખાસ વિમાનથી ભારત આવવા રવાના થશે, જે 17 સપ્ટેમ્બરે સવારે જયપુર પહોંચશે, જયાંથી હેલીકોપ્ટરથી ચિતાઓને સીધા મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાને પહોંચાડવામાં આવશે. વડાપ્રધાન મોદી પોતાના જન્મ દિવસે ચિતાઓને ઉદ્યાનમાં છોડશે. વન અને પર્યાવરણ મંત્રાલય અનુસાર ચિતા લેવા ગયેલી ટીમમાં ડોકટરો પણ છે અને જરૂરત પડવા પર કાર્ગો વિમાનમાં તેમની સારવાર કરવામાં આવશે. તેના માટે વિમાનમાં ચિતા માટે ખાસ બેડ પણ લગાવવામાં આવશે. રવિવારે વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્રસિંહ યાદવે કુનો ઉદ્યાને જઈને ચિતા માટેની તૈયારીની માહિતી મળી હતી. ચિતાને લઈને તાજેતરમાં જ ભારત અને નામીબીયા વચ્ચે સમજૂતી થઈ હતી. ઉલ્લેખનીય છે કે ચિતા પર કેન્દ્ર સરકાર 91 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.મંત્રી યાદવે જણાવ્યું હતું કે ચિતા ભારત આવ્યા બાદ તેમને 30 દિવસ કવારન્ટાઈનમાં રાખવામાં આવશે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્યની દેખરેખ રખાશે. ત્યારબાદ 30 દિવસ સુધી તેમને એક વર્ગ કી.મી.ના વાડામાં રખાશે. બાદમાં તેમને જંગલમાં છોડશે. ત્યારબાદ લોકોને જોવાની મંજુરી મળશે.
નામિબિયાથી ખાસ વિમાનમાં 8 ચિત્તા 16મીએ ભારત પહોંચશે
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/09/5-20.jpg)
You Might Also Like
Follow US
Find US on Social Medias