દુકાનો અને ઓફિસો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત
કાળઝાળ મોંઘવારી સામે પ્રજાના મનમાં જબરો આક્રોશ છે ત્યારે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સવારે 8 થી 12 અપાવેલા બંધના એલાનમાં તેનો જોરદાર પડઘો દેખાયો નથી આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે. ગઇકાલે અને આજે સવારે પણ કોંગ્રેસના નેતાઓ જુદા જુદા વિસ્તારોમાં ફરતા રહ્યા હતા. પરંતુ સાંકેતિક અને સ્વૈચ્છિક બંધનું એલાન હોય શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ જ રહી હતી. તો સરકારી કચેરીઓ બીજા શનિવારના કારણે બંધ હતી.
રાજકોટમાં આજે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જુના રાજકોટની અમુક બજારો થોડો સમય બંધ રહી હતી. શાળા- કોલેજો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. જુદા જુદા મુખ્ય વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓ ફર્યા હતા. મોંઘવારીનો ભોગ બનતા વેપારીઓનો સહકાર માંગ્યો હતો. પેલેસ રોડ, ગુંદાવાડી, મીલપરા, ભકિતનગર વિસ્તાર આગેવાનોએ બંધ કરાવ્યા હતા.
- Advertisement -
રાજકોટમાં ગજઞઈંના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા મુદ્દે અટકાયત કરવામાં આવી છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ અને એન.એસ.યુ. આઈના નેતાઓને કાર્યકર્તાઓ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. ઉપરાંત શહેરમાં દુકાનો અને ઓફિસો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઈ હતી. ગુંદાવાળી વિસ્તારમાંથી કોંગ્રેસ નેતા અશોક ડાંગર અને કાર્યકરોની અટકાયત કરાઈ છે.
આ સાથે સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, પોરબંદર, વેરાવળ, જૂનાગઢ, અમરેલી સહિતના શહેરોમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ઘણી જગ્યાએ કોંગ્રેસે બજારો બંધ કરાવી હતી. મોરબી શહેર અને જિલ્લાના લોકો અડધો દિવસ સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતા માટે મોરબી જિલ્લામાં કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને મોરબીની બજારો બંધ હતી.