દેશના સૌથી અમીર અને દુનિયાના ત્રીજા નંબરના અમીર ગણાતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર દેવાના ડુંગર હોવાના અહેવાલોના પગલે, આ આશંકાઓ ફગાવતા અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે ઓપરેશનલ લાભના પ્રમાણમાં તેમના શુદ્ધ કરજની સ્થિતિ સુધરી છે અને જાહેર ક્ષેત્રની બેન્કોમાંથી લેવામાં આવેલ અડધાથી વધુ કરજ તેમણે ચૂકવી દીધું છે.
અદાણી સમૂહ પર અત્યાધિક કરજને લઈને ક્રેડીટસાઈટસના રિપોર્ટના જવાબમાં 15 પેજની એક નોટ જાહેર કરી છે. જેમાં ગ્રુપે જણાવ્યું છે કે તેની કંપનીઓએ સતત પોતાનું કરજ ચૂકવ્યું છે અને કરજ તેમજ વ્યાજ કર, એબિટા આવકનું પ્રમાણ ઘટીને 3.2 ગણુ રહી ગયુ છે, જયારે 9 વર્ષ પહેલા તે 7.6 ગણુ હતું.
- Advertisement -
જે અનુસાર અદાણી સમૂહના કારોબાર એક સરળ પરંતુ સશક્ત અને પુનરાવર્તન કરી શકાય તેવા લાયક કારોબારી મોડલ પર કામ કરે છે, જેનું ધ્યાન વિકાસ તેમજ ઉત્પતિ, સંચાલન અને વ્યવસ્થા તેમજ મૂડી સંચાલન યોજના પર હોય છે.