નિંદ્રાધીન તંત્રને ઢંઢોળતાં ભાજપ અગ્રણી કશ્યપ શુક્લ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદના પ્રશ્ર્નો અંગે આજરોજ મ્યુ. કમિશનરને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રજૂ કરેલ 33 પ્રશ્ર્નો લાંબા સમયથી નિરાકરણ વગર પડતર રહેતાં યુનિયનના હોદ્દેદારો સાથે રૂબરૂ રજૂઆત કરાતા ડે. કમિશનર આશિષકુમારને રૂબરૂ બોલાવી તમામ પ્રશ્ર્ને મીટીંગનું આયોજન કરી સત્વરે નિરાકરણ કરવા સૂચના આપી, જે અંગે તા. 07-02-22 તથા 27-04-22ના રોજ આ મીટીંગમાં ફકત આયોજન કરી બોલાવવામાં આવી છે જેમાં વ્યાજબી અને ન્યાયિક પ્રશ્ર્નને મુદ્દાવાઈઝ રજૂઆત કરતા મહેકમ શાખાના આસિ. કમિ. સમીરભાઈ ધડુક તથા આસિ. મેનેજર વિપુલભાઈ ધોણીયા હાજર રહી મીટીંગમાં યુનિયનના પ્રતિનિધિ સાથે ચર્ચા કરાતા કોઈ જ પ્રશ્ર્નના નિરાકરણ કે નિકાલ લાવવામાં આવ્યો નથી.
- Advertisement -
વધુમાં યુનિયન દ્વારા કમિશનર સાથે રૂબરૂ ચર્ચા કરી ન્યાયિક પ્રશ્ર્નમાં વહેલીતકે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી પદાધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ પદાધિકારીઓની સૂચનાનું પાલન થયું નથી કે ડેપ્યુટી કમિ.ને સમય નથી જે ધ્યાને લઈ વહેલી તકે યોગ્ય નિરાકરણ ન કરવામાં આવ્યેથી યુનિયન દ્વારા કોઈપણ સમયે આંદોલન કરવાની ફરજ પડશે, રજૂઆત કરતાં જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં કર્મચારી-અધિકારીઓના આવાસ યોજના પ્રશ્ર્ને, રાજકોટ મહાનગરપાલિકામાં ફરજો બજાવતાં વર્ગ-4મા કર્મચારી જુનીયર કલાર્ક વર્ગ-3ની નિયત લાયકાત ધરાવતા હોય, ફરજ બજાવતાં અવસાન પામેલના વારસદારને ખાતાકીય ભરતી માટે નિયત લાયકાત ધરાવતા કર્મચારીને વર્ગ-3માં લેવા અંગે, વારસદારને વર્ગ-3માં લાભ આપવા, રાજકોટ મહાનગરપાલિકામાં વર્ક આસી.ની લાયકાત તેમજ ટેકનીકલ આસીસ્ટન્ટ (ટેક્સ) બંને લાયકાત ડીપ્લોમા સીવીલ હોય નિયમ મુજબ હાયર પગાર ગ્રેડ 12 તથા 24 વર્ષ આપવામાં વર્ક આસી.ને એ.એ.ઈ.નો પગાર ગ્રેડ 9300- 34800 ગ્રેડ પે રૂા. 4400 આપવામાં આવે છે જ્યારે ટેકનીકલ આસીસ્ટન્ટ (ટેક્સ)માં ઉપરની કેડર ન હોય સમાન લાયકાત હોવાથી હાયર પગાર ગ્રેડ વર્ક આસી.નો આપવા પત્ર લાભ ટેકનીકલ આસીસ્ટન્ટ (ટેક્સ) આપવા માગણી કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા અંદરની શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા નિલેશ કાંતીલાલ પંડયા તા. 17-10-1995થી રોજમદાર તરીકે નિમાયેલ હતા. કોર્પોરેશનમાં અન્ય વિભાગમાં રોજમદારને 900 દીવસ ફરજના પુરા થાય તેને ખાલી જગ્યા ઉપર પગારદાર તરીકે મુકવા અંગે, રાજકોટ મહાનગરપાલિકામાં ફરજો બજાવતાં વર્ક આસી. સીવીલ, વર્ક આસી. ઈલેકટ્રીકલ, વર્ક આસી. મીકેનીકલ આ ત્રણે જગ્યા ઉપર ફરજો બજાવતાની લાયકાત અલગ-અલગ હોય છતાં મહેકમ વિભાગ દ્વારા આ ત્રણે પોસ્ટ ફરજ બજાવતા સીનીયર મોસ્ટને ડીપીસી કમીટી મારફત આસી. એન્જીનીયરની ખાલી જગ્યા ઉપર પ્રમોશન આપવાનું ચાલુ હતુ, રાજકોટ મહાનગરપાલિકા તમામના રોસ્ટર એક જ ગણતરી કરી આજ સુધી પ્રમોશન આપેલ નથી, રાજકોટ મહાનગરપાલિકામાં સીધી ભરતી દ્વારા કરવામાં આવેલ નિમણુંકના કર્મચારીઓ તેમજ બઢતી દ્વારા અપાયેલ નિમણુંકોના કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવતાં સીનીયર કર્મચારીને બઢતી આપવામાં આવે ત્યારે મળવાપાત્ર પગાર કરતાં નવી નિમણુંકવાળા કર્મચારી પગાર વધારે નિયત થાય છે, આમ કુલ 29 જેટલા પડતર પ્રશ્ર્નો અંગે આજરોજ કોર કમિટી અધ્યક્ષ કશ્યપ શુક્લ, બી. બી. જાડેજા, સુખદેવસિંહ જાડેજા સહિતના કર્મચારી પરિષદના સભ્યો દ્વારા 29 પ્રશ્ર્નોને ગંભીરતાથી લઈ સત્વરે યોગ્ય નિકાલ કરવા મનપા કમિશનરને જણાવ્યું હતું.