CSKની 15મી સિઝન બાદ જાડેજાએ સોશિયલ મીડિયા પર ટીમ સાથે જોડાયેલી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને ટીમને અનફોલો પણ કરી દીધી હતી
ખાસ-ખબર સંવાદદાતા
CSK 2022ની શરૂઆત પૂર્વ જ કેપ્ટન ધોનીએ સુકાની પદ છોડતા ઈજઊંએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. જોકે જાડેજાની કેપ્ટન્સીમાં ઈજઊંએ સારૂં પ્રદર્શન ન કરતા જાડેજાની આંતરિક અને બાહ્ય ચોતરફ ટીકા થઈ રહી હતી તેવામાં હવે એક નવો ખુલાસો થયો છે કે જાડેજા આઈપીએલની 2022ની સીઝન બાદ ઈજઊંના સંપર્કમાં જ નથી.
રવિન્દ્ર જાડેજા હાલ ભારતીય ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યાં છે. તેઓ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા ટી20 એશિયા કપમાં પણ સારું પ્રદર્શન કરવા ઈચ્છુક છે કારણ કે તેના આધારે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી થવાની છે પરંતુ જાડેજા અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. ઝ20 લીગની 15મી સીઝન પહેલા તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશિપ છોડી દીધી અને બાદમાં એમએસ ધોનીએ ફરીથી ટીમનું નેતૃત્વ કર્યું હતું. ઈજાના કારણે જાડેજા ટી20 લીગની તમામ મેમાં પણ રમી ન્હોતો શક્યો. તાજેતરના મીડિયા અહેવાલ અનુસાર રવિન્દ્ર જાડેજા અને ઈજઊં મેનેજમેન્ટ ઈંઙક 2022થી એકબીજાના સંપર્કમાં નથી. ઈંઙકની 15મી સિઝન બાદ જાડેજાએ સોશિયલ મીડિયા પર ટીમ સાથે જોડાયેલી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને ટીમને અનફોલો પણ કરી દીધી હતી. આવી સ્થિતિમાં એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જાડેજા ટી-20 લીગની આગામી સિઝનથી અન્ય ટીમ સાથે રમતા જોવા મળી શકે છે. જોકે આગામી વિશ્વ કપમાં તેના પ્રદર્શન પર બધું નિર્ભર રહેશે.
- Advertisement -
જાડેજાને 16 કરોડ મળ્યા હતા
CSK 2022ની મેગા હરાજી પહેલ ઈજઊંએ રવિન્દ્ર જાડેજાને સૌથી વધુ
16 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. બીજી તરફ એમએસ ધોનીને માત્ર
12 કરોડ રૂપિયા મળ્યા છે. જોકે ધોનીએ પોતે જ પોતાનો પગાર ઘટાડવાનું કહ્યું હતું. ત્યારથી જાડેજાને કેપ્ટન બનાવવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ તેઓ સુકાની પદ સંભાળી શક્યા નહિ. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોની તેના સ્થાને અન્ય ખેલાડીને કેપ્ટન તરીકે તૈયાર કરી શકે છે, જેમાં ઋતુરાજ ગાયકવાડનું નામ મોખરે છે.
રવિન્દ્ર જાડેજા CSK 2022માં બેટ અને બોલથી વધુ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે 10 મેચમાં 116 રન બનાવ્યા હતા. અણનમ 26 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય તે માત્ર 5 વિકેટ લઈ શક્યો હતો. ઈકોનોમી પણ 7.52 રહી હતી.
આઈપીએલના ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 210 મેચમાં 132 વિકેટ ઝડપી છે. 16 રનમાં 5 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે. 2502 રન પણ બનાવ્યા છે. 2 અડધી સદી ફટકારી છે.