શાહરૂખ ખાને પોતાના પરિવાર સાથેનો એક ખૂબ જ સુંદર વીડિયો હાલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આજે આખા ભારતમાં આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. એવામાં સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનું એલાન કર્યું હતું જેના હેઠળ હર ઘર તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. 13-15 ઓગસ્ટ સુધી આ અભિયાન અંતર્ગત દરેક લોકો તેના ઘર પર તિરંગો ફરકાવી રહ્યા છે. એવમાં બોલીવુડનાં સિતારા કેમ પાછળ રહી શકે. અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમારથી લઈને કંગના રનૌત અને શિલ્પા શેટ્ટી સુધીના તમામ સ્ટાર્સ પોતાના ઘર અને ઓફિસમાં તિરંગો ફરકાવ્યો છે. આ સાથે જ આજે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને કાર્તિક આર્યન પણ અલગ અંદાજમાં ત્રિરંગો ફરકાવ્યો છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
કિંગ ખાનના દીકરા અબ્રામ ખાને ફરકાવ્યો ત્રિરંગો
શાહરૂખ ખાને પોતાના પરિવાર સાથેનો એક ખૂબ જ સુંદર વીડિયો હાલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કિંગ ખાન ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગ રૂપે તેના પરિવાર સાથે તેના ઘરની અગાશી પર તિરંગો ફરકાવી રહ્યા છે. હાલ એ વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે પણ આ વીડિયોમાં સૌથી મહત્વની વાત એ છે કે શાહરૂખ ખાન દીકરા અબરામને ધ્વજ ફરકાવવાનું શીખવી રહ્યો છે. વીડિયો શેર કરતા શાહરૂખે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મારા ઘરના સૌથી નાના બાળકને આપણા ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગ વિશે જણાવવા માટે તેની સાથે ઘણી વખત બેસવું પડશે. પરંતુ અમારા નાના બાળકને ત્રિરંગો ફરકાવતા જોઈને અમે ગર્વ, પ્રેમ અને ખુશીથી ભરાઈ ગયા છીએ.”
View this post on Instagram
કાર્તિકે પણ લહેરાવ્યો તિરંગો
બોલીવુડ એક્ટર કાર્તિક આર્યને પણ હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ તેના ઘરે તિરંગો ફરકાવીને તેના ફેન્સને આ અભિયાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ બોલીવુડનાં ઘણાં સિતારાઓએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટનાં પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો રાખીને દેશભક્તિ જતાવી છે.