કાલે સવારે 8 કલાકે રેસકોર્સ પાસે બહુમાળી ભવનથી શરુ થશે યાત્રા
ખાસ-ખબર સંવાદદાતા
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેરમાં તા. 12-8-2022 ના રોજ ગુજરાત રાજયના આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર “તિરંગા યાત્રા” સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની કોલેજોના આચાર્ય તથા ભવનોના અધ્યક્ષની મીટીંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સેનેટ હોલમાં સવારે 11:30 કલાકે મળી હતી. આ તિરંગા યાત્રામાં ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી તથા સાંસદ સભ્ય સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ તિરંગા યાત્રા તા. 12-8-2022 ના રોજ સવારે 8 કલાકે રેસકોર્સ પાસે બહુમાળી ભવનથી શરુ થશે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશભાઈ ભીમાણીએ રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રની એકતા માટે આ “તિરંગા યાત્રા” માં સૌ વિદ્યાર્થીઓને ઉમટી પડવા અપીલ કરી હતી.