– સેન્સેક્સમાં 500 નો અને નિફ્ટીમાં 330નો કડાકો
પ્રોફિટ બુકિંગ પર પરત ફરતું બજાર લીલા નિશાનથી ફરી લાલ નિશાનમાં ટ્રેન્ડ કરી રહ્યું છે.
- Advertisement -
ગુરુવારે સવારે તેજી સાથે ખુલ્યા પછી ભારતીય બજાર ફરી તૂટતું નજર આવી રહ્યું છે. પ્રોફિટ બુકિંગ પર પરત ફરતું બજાર લીલા નિશાનથી ફરી લાલ નિશાનમાં ટ્રેન્ડ કરી રહ્યું છે. મુંબઈ સ્ટોક એક્સ્ચેન્જનો ઇંડેક્સ લગભગ 770 પોઈન્ટથી તૂટીને 57,577 સુધી પંહોચ્યો છે. એ સાથે જ સેન્સેક્સ 1135 પોઈન્ટ સુધી તૂટયું હતું. હાલ સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટીને 57,850 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સાથે નિફ્ટીમાં ઘણું તૂટતું નજર આવી રહ્યું છે. નિફ્ટી 330 પોઈન્ટ તૂટયું હતું પણ હાલ 136 પોઈન્ટ તૂટીને 17,260 પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.
બજારમાં આઇટી, ફાર્મા અને ઓટોને છોડીને બધા સેક્ટર લાલ નિશાન પર ટ્રેન્ડ કરી રહ્યા છે. બેન્કિંગ અને એનર્જી જેવા સેક્ટર પણ લાલ નિશાન પર ટ્રેન્ડ કરી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ પણ લાલ નિશાન પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
કેમ તૂટયું માર્કેટ
તમને જણાવી દઇએ કે કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડા પછી ભારતીય બજાર તૂટતું નજર આવી રહ્યું છે જો કે તેની પાછળનું કારણ છે વિદેશી રોકાણકારો દ્વારા રિ-સેલિંગ. જેને કારણે ડોલરના મુકાબલે રૂપિયો ગગડવા લાગ્યો છે. રૂપિયો 79.56 રૂપિયા સુધી પહોચી ગયો છે. હાલ 1 ડોલર સામે રૂપિયો 79.52 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. બે દિવસમાં રૂપિયો લગભગ 80 પૈસા જેટલો કમજોર થયો છે.
- Advertisement -
જોકે બજારની નજર હાલ શુક્રવારે આરબીઆઇ દ્વારા ઘોષિત થવાવાળી મોનેટરી પોલીસ પર છે. આરબીઆઇ વીજ દરોને લઈને શું નિર્ણય કરે છે તેના પર બજાર નિર્ભર છે. આરબીઆઇ 0.35 થી 0.50 ટકા સુધી વ્યાજ દર વધારવાનો નિર્ણય કરી શકે છે.