ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકાનાં ગોલાધર ગામમાં રહેણાંક મકાનમાંથી તસ્કરો દાગીના,રોકડ રકમ મળી રૂપિયા 31860નાં મુદામાલની ચોરી કરી ગયા હતાં.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં ગોલાધર ગામે રહેતા બાબુભાઇ ગોબરભાઇ સુખડીયા પટેલ મકાનમાંથી સોના તથા ચાદીના દાગીના તથા મોબાઇલ ફોન-1 સાથે કુલ રૂપિયા9860 તથા રોકડા રૂપિયા 22000 મળી કુલ રૂપિયા 31860 મત્તાની કોઇ અજાણ્ય શખ્સ ચોરી કરી ગયો હતો. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.