વરસાદની ઋતુમાં લોકોને ઘણીવાર ચા સાથે સમોસા અને પકોડાની મજા માણવાનું મન થઇ જાય છે. જો કે સમોસા કે પકોડા ખાવાથી આપણે ગંભીર બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છીએ.
સમોસા બધાને સ્વાદિષ્ટ લાગે છે
સમોસા અને પકોડા જોઇને ભાગ્યે જ કોઈ એવું હશે કે જેના મોંઢામાં પાણી ન આવે. સમોસા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ વધુ પડતું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું માનવામાં આવતું નથી. તેના વધુ પડતા સેવનને કારણે કોલેસ્ટ્રોલ વધવાની શક્યતા રહે છે. જો તમે ઘરે કે બહારથી ખરીદીને સમોસા ખાતા હોવ તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેને એક જ તેલમાં તળવામાં આવે છે? જો વધુ વાર તળવામાં આવે છે તો તેઓ કેન્સરને આમંત્રણ આપી રહ્યા છે.
- Advertisement -
કેન્સરનું કારણ બનતા તત્વો હોય છે
ઘણીવાર દુકાનો પર એવું ધ્યાનમાં આવશે કે એક જ તેલનો ઉપયોગ ઘણી વખત કરવામાં આવે છે.તપેલામાં એકવાર એક જ વાર તેલ ઉમેરવામાં આવે અને પછી અનેક વખત સમોસા તળવામાં આવે છે. જણાવી દઈએ કે રસોઈમાં એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેમાં ફ્રી રેડિકલ્સ બને છે, જેનાથી રોગ થાય છે. તેલને વારંવાર ગરમ કરવાથી તેની ગંધ દૂર થઈ જાય છે અને તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ નથી હોતા, જેના કારણે તેમાં કેન્સર પેદા કરનારા તત્વો બને છે.
- Advertisement -
ટ્રાન્સ-ફેટનો ભય
ડોકટરોએ જણાવ્યું હતું કે તળેલી વસ્તુઓ તો હમેશા ખાવાનું ટાળવું જોઈએ. પરંતુ એક જ તેલમાં વારંવાર રાંધેલો ખોરાક ઝેરી પદાર્થની સમકક્ષ હોય છે. આ તેલ ટ્રાન્સ ફેટની માત્રામાં નોંધપાત્ર વધારો કરે છે. ટ્રાન્સ-ફેટને સૌથી ખરાબ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે, જે હૃદયને લગતી બીમારી થવાનું જોખમ ઘણી હદ સુધી વધારી દે છે.
ધમનીઓ બ્લોક કરે છે
તેલને વારંવાર ગરમ કરવામાં આવે તો તેનું તાપમાન અને ચરબી એટલી વધી જાય છે કે ધમનીઓ બ્લોક થઇ જાય છે અને કોલેસ્ટ્રોલ વધે છે. આવી સ્થિતિમાં, જ્યારે આ તેલનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તેમાં હાજર ઘટકો ખોરાકને ચોંટી રહે છે અને આરોગ્ય માટે જોખમી બની જાય છે, જે એસિડિટી, હૃદય રોગ, અલ્ઝાઇમર રોગોનું જોખમ રાખે છે.
એક જ વાર તેલનો ઉપયોગ કરો
એક જ વાર તેલનો ઉપયોગ કરો. તેલનો વાસ્તવિક રંગ બદલાઈ જાય તો તેને ફેંકી દો. ડીપ ફ્રાય માટે ઓલિવ તેલનો ઉપયોગ કરશો નહીં. સસ્તા તેલનો ઉપયોગ ન કરો જે ઝડપથી ગરમ થઇ જાય, જેને જ્યોત પર મૂકતાની સાથે જ ફીણ થવા લાગે છે. આ ભેળસેળવાળા તેલ છે, જે શરીર માટે હાનિકારક છે.