ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના કુંતાસી ગામના મહિલાનું ગતરાત્રે સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું હતું જેથી આ મહિલાનો મૃતદેહ લઈને તેમના પરિવારજનો પરત કુંતાસી ગામે લઈ જતા હતા પરંતુ ભારે વરસાદને કારણે હજનાળીથી કુંતાસી વચ્ચેના કોઝવેમાં બે કાંઠે પાણી વહેવા લાગતા પાણીના ફૂલ પ્રવાહને કારણે વાહન વ્યવહાર અટકી ગયો હતો જેમાં મહિલાના મૃતદેહ સાથે લોકો પણ કલાકો સુધી ફસાઈ ગયા હતા બાદમાં ટ્રેકટર મારફતે મહિલાના મૃતદેહને તેમના વતન કુંતાસી ગામે પહોંચાડવામાં આવ્યો હતો અને અંતિમવિધિ કરવામાં આવી હતી.