જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની હાલત ખૂબ જ નાજુક છે. 67 વર્ષના શિંઝો આબે પર એક રેલીમાં ભાષણ દરમ્યાન હુમલો કરવામાં આવ્યો. જ્યાં તેમના પાછળ ઉભેલા એક શંકાસ્પદ વ્યક્તિએ બંદુકથી ફાયરિંગ કર્યું, જેમાં બે ગોળી વાગતા તેઓ જમીન પર પડી ગયા. શિંઝો આબેની આસપાસના લોકો ગભરાય ગયા, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
શિંઝો આબે પર ગોળી ચલાવનારને ઘટના સ્થળે જ પોલીસએ ધરપકડ કરી લીધી. તેમની પાસેથી એક બંદુક મળી આવી. એવી વાત માનવામાં આવી રહી છે કે, તેઓ શુટર છે. આ હુમલો શોટગનથી કરવામાં આવ્યો છે.
- Advertisement -
Video shows the moment former Japanese PM Shinzo Abe was shot from behind as he campaigned in the city of Nara. Abe was rushed to the hospital in critical condition.
Read more: https://t.co/gWJh3VaXRc pic.twitter.com/1DC7onCKAy
— Al Jazeera English (@AJEnglish) July 8, 2022
- Advertisement -
શિંઝો આબેના હ્દય બંધ પડી ગયુ
ગોળી લાગ્યા પછી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની હાલત અતિ ગંભીર છો. હાલમાં તેમના હ્દયમાં કોઇ હલચલ નથી. તેમના શ્વાસ પણ બંધ પડી ગયા છે. જો કે તેમને બીજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.
શિન્ઝો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો હતો. ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. અચાનક આબે નીચે પડી ગયા તેના શરીરમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાથી ત્યાં હાજર લોકોને કોઈ મતલબ ન હતો. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબારનો અવાજ સાંભળ્યો. હાલ એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે.