અભિનેત્રી શહનાઝ ગિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે વરસાદની ઋતુમાં રોમેન્ટિક ગીત ગાતી જોવા મળી રહી છે.
અભિનેત્રી અને પંજાબી સિંગર શહેનાઝ ગિલને ‘પંજાબની કેટરિના કૈફ’ કહેવામાં આવતી હતી, પરંતુ ‘બિગ બોસ 13’માં તેણે પોતાની માસૂમિયત અને બેદાગ અંદાજથી આખા દેશનું દિલ જીતી લીધું હતું.
- Advertisement -
જો કે, દિવંગત અભિનેતા અને તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી, શહેનાઝ અંદરથી તૂટી ગઈ હતી. તે ઘણીવાર સિદ્ધાર્થને યાદ કરતી જોવા મળે છે અને તાજેતરમાં જ તેણે ફરી એકવાર એક વીડિયો શેર કર્યો છે, જે સિદ્ધાર્થ તરફ ઈશારો કરી રહ્યો છે.
View this post on Instagram- Advertisement -
શહેનાઝ ગિલનો લેટેસ્ટ વીડિયો
હકીકતે શહનાઝ ગિલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં શહેનાઝ કહેતી જોવા મળે છે કે, જો તમને વરસાદની ઋતુમાં ગાવાનું મન થાય તો ગાવું જોઈએ. આ પછી તેણે પોતાનું મનપસંદ ગીત ‘કૌન તુઝે યૂં પ્યાર કરેગા, જૈસે મેં કરતી હૂં’ ગાયું.
આ દરમિયાન અભિનેત્રીએ ઉપર તરફ ઈશારો કર્યો, જેનાથી લાગે છે કે તે આ ગીત સિદ્ધાર્થ માટે ગાઈ રહી છે. વીડિયો શેર કરતા શહેનાઝ ગિલે કેપ્શનમાં લખ્યું, ‘દિલ કી બાત’. શહેનાઝનો આ વીડિયો જોઈને સિદનાઝના ફેન પણ ઈમોશનલ થઈ ગયા હતા અને કમેન્ટ્સમાં પોતાની ફિલિંગ લખી રહ્યા છે.